લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લેતા મતદાતાઓને જાગૃત કરવા માટે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને અનોખી રીત અપનાવી છે. તેના માટે તેમણે મતદાનના દિવસે મતદાન કરવા પર પેટ્રોલ પંપ પર ડિસ્કાઉન્ટ આપવાની ઘોષણા કરી છે. હવે મતદાનના દિવસે જો તમે મત આપશો તો પેટ્રોલ પંપ પર તમને પ્રતિ લીટર 50 પૈસાની છૂટ મળશે.
વોટિંગનું નિશાન બતાવવું પડશે
એક અહેવાલ અનુસાર ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશને મતદાતાઓ વચ્ચે વોટિંગ માટે જાગૃતિ ફેલાવવાના ઇરાદાથી ‘પ્રમોટ વોટિંગ’ અભિયાન શરૂ કર્યુ છે. જેના અંતર્ગત મતદાન કરવા પર 50 પૈસા પ્રતિ લીટર ડિસ્કાઉન્ટ મળશે. આ ઑફર આ અભિયાનમાં હિસ્સો લેનાર પેટ્રોલ પંપો પર સવારે 8તી રાતના 8 વાગ્યા સુધી ઉપલબ્ધ થશે. લાભ મેળવવા ઇચ્છુક લોકોએ આંગળી પર વોટિંગનું નિશાન બતાવવાનું રહેશે.
એક ગ્રાહક વોટિંગના દિવસે વધુમાં વધુ 20 લીટર ફ્યૂલ પર ડિસ્કાઉન્ટ મેળવી શકશે. જણાવી દઇએ કે ચૂંટણી 11 એપ્રિલથી 19 મે સુધી 7 ચરણોમાં થશે.
દેશભરમાં 64 હજાર પેટ્રોલ પંપ છે જેમાંથી આશરે ચોથા ભાગના ગ્રામીણ વિસ્તારમાં છે. 90 ટકા પેટ્રોલ પંપનું સંચાલન સરકારી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે.
Read Also
- દિલ્હી : ભીષણ આગની ઝપેટમાં આવતા 32 લોકોનાં મોત, ફાયર બ્રિગેડની 30 ગાડીઓ ઘટનાસ્થળે
- યોગી સરકારની 25 લાખની સહાય સામે ઉન્નાવ રેપ પીડિતાના પરિવારજનો મુખ્યમંત્રીને મળ્યા વગર નહીં કરે દિકરીનો અંતિમ સંસ્કાર
- પાલીતાણામાં પણ બની દુષ્કર્મની ઘટના, નરાધમે 12 વર્ષની બાળાને ઘેનની દવા આપી પીખી નાંખી
- રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીએ પકડ્યું જોર, મહાનગરોમાં ફુંકાયો હાડ થીજવતો પવન
- શેરડીનું મૂલ્યવર્ધન કરી ગોળમાં મીઠી આવક લઈ રહેલા આ ત્રણ ભાઈઓની સફળતાની કહાની તમને પણ કરશે પ્રેરિત