GSTV

આ રાજ્યમાં આગામી વસ્તી ગણતરી જાતિ આધારિત થશે, વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થયો

બિહારમાં 2021ની વસ્તી ગણતરી જાતિ આધારિત થશે. ગુરૂવારે આ અંગે વિધાનસભામાં એક પ્રસ્તાવ સર્વસંમતિ સાથે પસાર કરવામાં આવ્યો છે. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માગ રાજદ વારંવાર ઉઠાવતું રહ્યું છે. લાલૂ પ્રસાદ યાદવ પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માગ વર્ષોથી ઉઠાવતા આવ્યા છે. તો વળી હાલના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ અનેક મંચ પર કહી ચુક્યા છે કે, જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ.

આપને જણાવી દઈએ કે, બિહારમાં વિપક્ષની તમામ પાર્ટીઓ પાસે આ મુદ્દો પ્રમુખ હતો, પણ નીતિશ કુમારે વિપક્ષનો આ મુદ્દો જૂટવી લઈ એક ઝાટકે જ વિધાનસભામાંથી તેને પસાર કરાવ્યું છે. આ અગાઉ બિહાર વિધાનસભામાં ગુરૂવારના રોજ બરાબરનો હોબાળો થયો હતો. જ્યાં સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે વિધાનસભાની વેલમાં આવી સૂત્રોચ્ચાર કર્યા હતા. સદનમાં ભારે હોબાળો થતાં સદનની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

1931 બાદ નથી થઈ જાતિ આધારિત ગણતરી

ગત વર્ષે જ રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કઈ જાતિની સંખ્યા કેટલી છે તે, જાણકારી હોવી જોઈએ. દેશમાં વસ્તીના આધારે અનામતની જોગવાઈ હોવી જોઈએ. 1931 બાદ દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ નથી. જેમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને ધર્મના આધાર પર વસ્તી ગણતરી થઈ છે. આવી રીતે 2021માં પણ તમામ જાતિઓની વસ્તી ગણતરી થવી જોઈએ. નીતિશ કુમારે સૌથી પહેલા 1990માં જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ કરી હતી, તેમણે તે સમયના વડાપ્રધાનને પણ આ અંગે એક પત્ર લખ્યો હતો. બિહાર વિધાનસભામાં 2021માં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે.

શા માટે થઈ રહી છે જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ

કેન્દ્ર સરકાર દર 10 વર્ષે વસ્તી ગણતરી કરાવે છે. આ વસ્તી ગણતરીના ફોર્મેટ પ્રમાણે જાણવા મળે છે કે, દેશમાં ક્યા ધર્મના કેટલા લોકો વસે છે. દેશમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વસ્તી કેટલી છે તે ખબર પડે છે. પણ સામાન્ય, પછાત, અતિ પછાત જાતિના લોકોની સંખ્યા કેટલી છે, તે જાણવા નથી મળતું. જો જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ તો, તે જાણવા મળશે કે, તેમની સંખ્યા કેટલી છે. નીતિશ કુમારનું કહેવું છે કે, આ વસ્તીની ગણતરી થઈ વિકાસ કરવાના એજન્ડા બદલાઈ શકે છે.

જાતિ આધારિત વસ્તી ગણતરીનો સંબંધ અનામત સાથે પણ જોડાયેલો છે. નીતિશ કુમારની હંમેશા માગ રહી છે કે, દેશમાં વસ્તીના આધારે અનામતની જોગવાઈ હોય. હાલમાં ઓબિસીને 27 ટકા અનામત મળે છે. પણ જો આવું થાય તો, ખ્યાલ આવે કે, કઈ જાતિની કેટલી સંખ્યા છે તો, તેમના આર્થિક અને સામાજિક સ્ટેટ્સના આધારે ખાસ યોજના બનાવી શકાય.

બિહારમાં જાતિગત સમીકરણ

2011ની વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો, બિહારમાં 10.38 કરોડની વસ્તી છે. જેમાં 82.69 ટકા હિન્દુ અને 16.87 ટકા મુસ્લિમો છે. હિન્દુ વસ્તીમાં 17 ટકા સવર્ણ, 51 ટકા ઓબિસી, 15.7 ટકા એસ.ટી, તથા 1 ટકા એસ.સી છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!