GSTV

રાજકોટ-જામનગરમાં અતિવૃષ્ટિને લઇ સરકાર દ્વારા અપાયેલી કેશડોલ સહાયમાં વધારો, પ્રતિ વ્યક્તિદીઠ અપાશે આટલાં રૂપિયા

Last Updated on September 20, 2021 by Dhruv Brahmbhatt

રાજકોટ અને જામનગરમાં વરસેલા ભારે વરસાદને લઇને કેશડોલ સહાયમાં સરકારે સુધારો કર્યો છે. રૂ. 100 લેખે પ્રતિ વ્યક્તિની સહાયમાં વધારો કરાયો છે. સુધારા બાદ રૂ. 150 લેખે પ્રતિ વ્યક્તિ સહાય ચૂકવાશે. વધારાની રકમ હપ્તા પેટે અસરગ્રસ્તોને સરકાર ચૂકવાશે. ઘર વખરી નુકસાનીની સહાયમાં પણ સુધારો કરવાની સરકારની વિચારણાં ચાલી રહી છે. હાલમાં રૂ. 3800 લેખે ઘર વખરી નુકસાનીની સહાય ચૂકવાય છે. આગામી સમયમાં મહેસૂલ વિભાગ સત્તાવાર સહાય સુધારાની જાહેરાત કરશે.

અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીના ઉભા પાકને થયેલા નુકસાન અંગેની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 120 ગ્રામસેવકોને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે.

jamnagar-heavy-rain

તાજેતરમાં જ અતિવૃષ્ટિને કારણે પાકને થયેલા નુકસાન સંદર્ભે રાજ્ય પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરવાના આદેશ આપ્યાં હતાં. પ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, ‘મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિપ્રધાને અતિવૃષ્ટિથી નુકસાન પામેલા સ્થળોની મુલાકાત લઇને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જ્યાર બાદ સર્વે કરવાની સૂચના આપી હતી. જે અંતર્ગત હવે 120 ગ્રામસેવકોને સર્વેની જવાબદારી સોંપાઇ છે.’

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!