ઝૂંપડપટ્ટીમાં રહેતા શખ્સ પાસેથી મળ્યા લાખો રૂપિયા, કારણ જાણી પોલીસ પણ રહી ગઈ હેરાન

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સ્લમ વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી લાખો રૂપિયા જપ્ત કર્યાનું સામે આવ્યું છે. આવકવેરા વિભાગે ઝુપડપટ્ટીમાં રહેતા શખ્સ પાસેથી રોકડા ચોવીસ લાખ રૂપિયા જપ્ત કર્યા છે. પોલીસને આશંકા છે કે આ ઘટનાનાં  તાર હવાલા કૌભાંડ સાથે જોડાયેલા છે કે કેમ?

ઝડપાયેલ શખ્સ પોતાની બેગમાં 24 લાખ રૂપિયા રોકડા લઇને રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે  પોલીસને શંકા જતા રોકીને તપાસ કરી હતી. જો કે પોલીસ ઓફીસર આરોપી પાસેથી પકડાયેલી બેગ જોઇને હેરાન થઈ ગયા હતાં. આરોપીની બેગમાંથી રોકડા 24 લાખ રૂપિયા મળી આવ્યા હતાં.

મળતી માહિતી પ્રમાણે ભોપાલની જહાંગીરાબાદ પોલીસે ભીમનગર દુર્ગા મંદિર પાસેનાં સ્લમ વિસ્તારમાં રહેતા રાજેશ પાલ નામની વ્યક્તિને રૂપિયા 24 લાખ ભરેલી બેગ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી કાળા કલરનાં થેલામાં રોકડા રૂપિયા ભરીને અન્યત્ર ડિલેવરી આપવા જતો હતો.

પોલીસે આરોપીની પુછપરછ કરી તો જાણવા મળ્યું કે, આ રૂપિયા દવાનાં વેપારી સિદ્ધાર્થ મલ્હોત્રાને આપવા જતો હતો. ત્યાર બાદ પોલીસે દવાનાં વેપારીની પણ પુછપરછ કરી. પરંતુ રૂપિયાનાં સ્ત્રોત અંગે કોઈ નક્કર માહિતી કે પુરાવા મળ્યા નથી.

જો કે ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે આવકવેરા વિભાગની ઇન્વેસ્ટીગેટીવ ટીમને જાણ કરી હતી. રાજેશ પાલે જણાંવેલા સ્ત્રોતમાં પણ પોલીસે તપાસ કરી પરંતું કાંઇ હાથ લાગ્યું નહિં. આવકવેરા વિભાગને આશંકા છે કે હવાલા કૌભાંડ મારફતે રૂપિયાની હેરાફેરી થતી હોવાનું જણાઇ રહ્યું છે. રાજેશ પાલ તો માત્ર ડિલીવરી બોયની ભૂમિકામાં હતો. જો કે આવકવેરા વિભાગને દ્રઢ શંકા છે કે આગામી લોકસભા ચૂંટણીમાં આ પૈસાનો દુરૂપયોગ કરવા માટે પણ પૈસાની હેરાફેરી થતી હોય છે.

READ ALSO  

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter