GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

જોરદાર નફો કરતી કંપની દેવાળું ફૂંકવાને આરે, 45 હજાર કર્મચારીઓનો પગાર અટકી ગયો

એક સમયે કેન્દ્ર સરકારની નવરત્ન કંપનીઓમાં સામેલ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ) હવે દેવાળું ફૂંકવાના આરે પહોંચી ગઈ છે. તેની પાસે હવે તેના કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ પૈસા રહ્યા નથી. આર્થિક તંગીના કારણે એમટીએનએલના કર્મચારીઓનો નવેમ્બર મહિનાનો પગાર અટકી ગયો છે. હાલના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના અંત સુધીમાં એમટીએનએલનું કુલ દેવું વધીને 19000 કરોડ રૂપિયા થઈ ગયું છે. બીજા ત્રિમાસિક ગાળામાં 859 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે, જ્યારે આ વર્ષે 31 માર્ચ સુધીની કોન્સોલિડેટ ખોટ 2936 કરોડ રૂપિયા હતી.

 ‘ફંડના અભાવે બેન્કોને નવેમ્બર 2018નો પગાર કરવા માટે કહેવાયું નથી

ટેલીકોમ કંપનીની હાલત લગભગ એર ઈન્ડિયા જેવી થઈ ગઈ છે. જેના પર બાવન હજાર કરોડ રૂપિયાનો ઋણબોજ છે. એર ઈન્ડિયાને પણ પોતાના કર્મચારીઓને મે અને જુલાઈ મહિનાનો પગાર ચૂકવવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો. જુલાઈનો પગાર ઓગસ્ટના બીજા સપ્તાહમાં મળ્યો હતો, એ પણ ત્યારે શક્ય બન્યું જ્યારે કેન્દ્ર સરકારે તેને 980 કરોડનું ફંડ આપ્યું હતું. એમટીએનએલના ડેપ્યુટી જનરલ મેનેજર, બેન્કિંગ અને બજેટ દ્વારા 28 નવેમ્બરે મુંબઈ અને દિલ્હી સર્કલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સને લખવામાં આવ્યું હતું, ‘ફંડના અભાવે બેન્કોને નવેમ્બર 2018નો પગાર જારી કરવા માટે કહેવાયું નથી.’

નોનપ્રોડક્ટિવ કર્મચારીઓની સંખ્યા ઘણી વધારે

એમટીએનએલમાં નોનપ્રોડક્ટિવ કર્મચારીઓની સંખ્યા ઘણી વધારે છે. આવકનો 92.2 ટકા હિસ્સો કર્મચારીઓના પગાર પર જ ખર્ચ થાય છે. એમટીએનએલ પાસે કુલ 45 હજાર કર્મચારીઓ છે. તેમાંથી 20000 મુંબઈમાં છે. તેમનું માસિક સેલેરી બિલ 200 કરોડ રૂપિયા છે. એમટીએનએલના ઓડિટર્સ કહે છે કે કંપનીની નેટવર્થ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. કંપનીની આવક 2004માં 4,921.55 કરોડ રૂપિયા હતું જે માર્ચ 2018માં ઘટીને 2,371.91 કરોડ રૂપિયા રહી ગયું છે. એમટીએનએલની સ્થિતિ પ્રાઈવેટ કંપનીઓના ઉત્થાન સાથે બગડતી ગઈ છે.

મર્જર જ અેક માત્ર ઉપાય

બ્રોકરેજ હાઉસ ચોઈસ બ્રોકિંગના સિનિયર રિસર્ચ એનેલિસ્ટ રાજનાથ યાદવ કહે છે કે તેનું મુખ્ય કારણ તેનું વલણ છે. જ્યારે પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને અનેક ઓફર્સ આપીને અને લેટેસ્ટ ટેકનોલોજીમાં રોકાણ દ્વારા આક્રમક રીતે પ્રચાર કરી રહી હતી, ત્યારે એમટીએનએલ દ્વારા કસ્ટમર બેઝ બચાવવા માટે કોઈ પ્રયાસ કરવામાં ન આવ્યો. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર કેશ નહીં આપે, વ્યૂહાત્મક રોકાણકાર નહીં લાવે કે બીએસએનએલ સાથે તેનું મર્જર નહીં થાય ત્યાં સુધી સ્થિતિ ચિંતાજનક રહેશે.

Related posts

7th pay commission: મોદી સરકારનો મોટો નિર્ણય, કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે પે પ્રોટેક્શનનો લાભ

Pravin Makwana

ઘરે બેઠા જ ડાઉનલોડ કરી શકો છો આધારકાર્ડ, આ નિયમોનું કરવાનું રહેશે પાલન

Mansi Patel

સરકારી બેંકોને જલ્દી મળી શકે છે નવરત્ન અને મહારત્નનો દરજ્જો, કર્મચારીઓને મોટો લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!