GSTV
Gujarat Government Advertisement

દેશના ચાર રાજ્યોમાં રોકડ સંકટ : રાજ્યમાં અેટીઅેમ કેશલેસ બનવાની દિશામાં

Last Updated on April 17, 2018 by Karan

દેશના ચાર રાજ્યોમાં અચાનક રોકટનું સંકટ પેદા થઈ ચુક્યું છે. બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણાં શહેરોમાં એટીએમ ખાલી હોવાની ફરિયાદ મળી રહી છે. લોકોને નાણાં મળવામાં મુશ્કેલી પડી રહી છે. નોટબંધી વખતે પેદા થઈ હતી તેવી પરિસ્થિતિ આકાર લઈ રહી છે. આ મામલે કેન્દ્રની મોદી સરકાર તરફથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન શિવપ્રતાપ શુક્લાએ કહ્યુ છે કે એકાદ બે દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. ગુજરાતમાં રોકડની અછત છેલ્લા 7 દિવસથી ચલણી નોટોની અછત, માર્કેટયાર્ડમાં પેમેન્ટ માટે ખેડૂતોનો રોકડનો આગ્રહ, રોકડની ખેંચ પ્રવર્તાઈ રહી છે. અા અંગે અનેક રજૂઆતો કરી હોવાનું નાણામંત્રી  નીતિન પટેલે જણાવ્યું છે.

શિવપ્રતાપ શુક્લાએ ક્હ્યુ છે કે હજી સવા લાખ રૂપિયાની રોકડ ઉપલબ્ધ છે અને કોઈ મુશ્કેલી નથી. એક સમસ્યા આવી છે અને તેને તેઓ સ્વીકાર કરે છે. શિવપ્રતાપ શુક્લએ ક્હયુ છે કે કેટલાક રાજ્યોમાં રોકડ વધુ થઈ ગઈ છે અને કેટલાક રાજ્યોમાં ઘટી ગઈ છે. તેના માટે રાજ્યવાર સમિતિ બનાવવામાં આવી છે.

આરબીઆઈ પણ કમિટી બનાવી રહી છે. તેમણે કહ્યુ છે કે નાણાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવા પડશે. તેના માટે આરબીઆઈની મંજૂરી જરૂરી છે. તેમને લાગે છે કે એકાદ બે દિવસમાં સમસ્યાને સમાપ્ત કરી દેવામાં આવશે. નાણાં મંત્રાલયની સ્થાયી સમિતિની બેઠક પણ બોલાવવામાં આવી છે. દેશના આઠ રાજ્યો  સુધી રોકડની તંગીની અસર પહોંચી છે.

Gujarat Government Advertisement

Related posts

એક હજાર લોકોના બળજબરીથી ધર્માંતરણ, અનેક રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું હોવાનો પોલીસનો દાવો

Damini Patel

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!