GSTV
Gujarat Government Advertisement

ATMમાં રોકડની અછત ન પડે તે માટે સરકાર કરી રહી છે આ કામ

Last Updated on July 25, 2018 by

ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં દેશભરના એટીએમમાં રોકડની ભારે અછત સર્જાઈ હતી. ફરીથી એપ્રિલ જેવી સ્થિતિ ઉભી થાય નહીં, તેથી કેન્દ્ર સરકારે રોકડ અને એટીએમ મેનેજમેન્ટ પર સતત પોતાની દેખરેરખ રાખી છે.

સરકારે મંગળવારે રાજ્યસભામાં કહ્યું કે, તેમની પાસે આ રિપોર્ટની માહિતી છે, જેમાં દેશમાં કેટલાંક એટીએમોમાં રોકડનો અભાવ હોય તેવી વાત કહેવાઈ રહી છે. કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યુ કે રોકડ અને એટીએમના મેનેજમેન્ટ પર નજીકથી નજર રખાઈ રહીં છે. તેમણે જણાવ્યુ કે એટીએમમાં રોકડ પૂરી ન થાય નહીં. એટલા માટે રોકડ પૂરી પાડવામાં આવે છે. કારણકે લોકો પરેશાન થાય નહીં.

રાજ્યસભામાં આપેલા લેખિત જવાબમાં તેમણે એમ પણ જણાવ્યુ કે આખરે એટીએમમાં રોકડનો વધુ વપરાશ કેમ થઈ રહ્યો છે? જેને લઇને તેમણે જણાવ્યુ, ભારતીય રિઝર્વ બેંકે જાણકારી આપી છે કે તાજેતરમાં રોકડની જે માંગ વધી છે, તે માળખાગત ફેરફાર અને સીઝનની માંગને કારણે છે.

તેમણે જણાવ્યુ કે કૃષિ ક્ષેત્રમાં રોકડની માંગ વધી છે. કારણકે છેલ્લા કેટલાંક સમય દરમ્યાન ઘણી રાજ્ય સરકારોએ ખેડૂત અને પેન્શનને લઈને ઘણી જાહેરાત કરી છે. અર્થવ્યવસ્થાની ગતિ અને મોટી માત્રામાં બેંકોમાં ડિપોઝીટ પણ વધારો થયો છે. જેને કારણે રોકડની માંગ વધી છે.

શુક્લાએ જણાવ્યુ કે એટીએમમાં રોકડ અંગે કોઈ તકલીફ ઉભી થાય નહીં તે માટે દરેક બેંકોને અપીલ કરવામા આવી છે કે બેન્કના એટીએમમાં પૂરતી માત્રામાં રોકડ ઉપલબ્ધ કરે. કારણકે સામાન્ય માણસને કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડે નહીં.

Gujarat Government Advertisement

Related posts

Vastu Tips: ઘરમાં રહેલી આ 8 બનાવી શકે છે તમને કંગાળ, તુરંત કરો નિકાલ

Pritesh Mehta

આવી રહ્યો છે Jioનો સૌથી સસ્તો સ્માર્ટફોન, એક ક્લિકે જાણી લો Jio Phone Nextમાં કેવા ધાંસૂ હશે ફીચર્સ

Bansari

એલર્ટ / આધાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં આ જાણી લો નહીં તો…, સરકારે આપી આ ચેતવણી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!