GSTV
Gujarat Government Advertisement

ખરીદી કરતી વખતે રોકડ વ્યવહાર કરી શકાશે, સરકારી એપને પ્રમોટ કરતા અપાયો રદિયો

Last Updated on May 13, 2020 by Pravin Makwana

કોરોનાના ડરની આડમાં ડિઝીટલ પેમેન્ટ, કેશલેસ વ્યવહાર અને ‘આરોગ્ય સેતુ’ એપને આડકતરી રીતે ફરજિયાત બનાવી પ્રમોટ કરવાના સરકાર અને મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓના પ્રયાસોના પગલે વિવાદ શરૂ થયો છે. દરમ્યાનમાં મ્યુનિ. એ સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે, કે રોકડ વ્યવહાર ચાલશે. જોકે તેમાં પણ ચલણી નોટોથી સંક્રમણ ફેલાય છે તે બાબતનું પુનરાવર્તન કર્યું છે. મ્યુનિ.ના આ પ્રકારના વલણ સામે લોકોમાં અસંતોષ પેદા થયો છે.

નિયમોનું ધ્યાન રાખી રોકડ વ્યવહાર કરી શકાશે

આ અંગે એમ જણાવવામાં આવ્યું છે કે ફેરિયાઓ, દુકાનદારો સામે ગ્રાહક સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરી રોકડ વ્યવહાર કરી શકશે. પરંતુ નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ચલણી નોટોના ઉપયોગ થકી થતું હોવાથી કેશલેસ પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરવો હિતાવહ છે. 17000 દુકાનદારોના મોબાઇલ ફોનમાં ઓનલાઇન પેમેન્ટની એપ ડાઉનલોડ કરવામાં મદદ કરવા 150 ટીમો કામે લાગશે. જ્યારે હોમ ડિલીવરી કરતી એજન્સીઓને તો ઓનલાઇન પેમેન્ટ ફરજિયાત જ છે.

અનેક સવાલો

આ અંગે કેટલાક સવાલો પેદા થયા છે : (1) ચલણી નોટોથી સંક્રમણ ફેલાય છે તે કયા વૈજ્ઞાાનિક કે ડોકટરે કહ્યું ? (2) મોલમાંથી હોમ ડિલીવરી થાય ત્યારે નાણાં ચુકવવા જે ચલણી નોટ સંક્રમણની વાહક બની જાય છે, તે જ નોટ દુકાનમાં આપતી વખતે વાહક મટી જાય છે ? (3) દેશના અને દુનિયાના બીજા કયા ભાગમાં ચલણી નોટોનો વ્યવહાર બંધ કરાવાયો છે ? (4) સરકાર પ્રેરીત ”આરોગ્ય સેતુ’ એપ ડિલીવરી બોયથી માંડીને દુકાનદારના મોબાઇલમાં ડાઉનલોડ કરવાનું ફરજિયાત કઇ રીતે હોઇ શકે ?

સરકાર ડિઝીટલ પેમેન્ટની આગ્રહી

ઉપરાંત નોટબંધી થઇ તે સમયથી સરકાર ડિઝીટલ પેમેન્ટની આગ્રહી છે, તે સૌ કોઈ જાણે છે. પરંતુ મહામારીના વાતાવરણમાં, લોકો ભયભીત છે, અનેક ચિંતાઓથી ઘેરાયેલા છે ત્યારે સરકારની મનસાને આ રીતે પાર પાડવાનું વ્યાજબી છે ખરું ? અગાઉ અધિકારીઓએ લોકોને વ્યાજબી સમય આપ્યા વગર જ કરિયાણા અને શાકબાજીની દુકાનો બંધ કરી દેવાની કડક સૂચના જારી કરતાં ભારે અવ્યવસ્થા ફેલાઇ હતી અને લોકો કોરોનાની બીક છોડી ખરીદી કરવા ટોળે વળ્યા હતા.

લોકડાઉન સહિતના નિયંત્રણોમાં લોકો સહયોગ આપવા તૈયાર જ હોય છે. પણ નિયમ જાહેર કરતી વખતે લોકોની વાસ્તવિક મુશ્કેલી પણ સમજવી પડે. સરકારી તંત્ર જો સંવેદનશીલતાને બાજુએ મુકીને નિર્ણય લે તો તે બૂમરેંગ જ સાબિત થાય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!