GSTV

મોડાસા શહેરમાં કોરોનાના કુલ 42 કેસ : તંત્ર દ્વારા સર્વે અને સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરાઈ

Last Updated on June 6, 2020 by Pravin Makwana

મોડાસા નગરમાં ગત ગુરૂવારે જ બે પોઝીટીવ કેસ સાથે જ નગરપાલિકા વિસ્તારમાં કોરોના પોઝીટીવ દર્દીનો આંક ૪૨ એ પહોંચ્યો છે.નગરના મહેતાવાડા વિસ્તારને કન્ટેઈમેન્ટ જોન જાહેર કર્યા પછી સાંજે બુલાફળી(ઘાંચીવાડા)વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને સેનેટાઈઝેશનની કામગીરી હાથ ધરી એક ટીમ દ્વારા ૫૭ ઘરોનું હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી ૩૪૨ વ્યક્તિઓના આરોગ્યની ચકાસણી કરાઈ હતી.જેમાં ૫ વ્યક્તિઓને કર્વાન્ટાઈન કરી દેવાયા હતા.જયારે બુલાફળીની આસપાસની ૫ કીમી ત્રિજયા વિસ્તારને બફરઝોન જાહેર કરી દેવાયો છે.

તંત્ર આવ્યુ હરકતમાં

ગત ગુરૂવારે જિલ્લામાં ૪ કોરોના પોઝીટીવ દર્દી મળી આવ્યા હતા. મોડાસા નગરના મહેતાવાડા વિસ્તાર સહિત તાલુકાના કોલીખડ,ટીંટોઈ અને ધનસુરા તાલુકાના બુટાલ ગામે પોઝીટીવ કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગની ૫ ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના ૨૫૪ ઘરોમાં સર્વે હાથ ધરી ૧૧૫૬ વ્યક્તિઓની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. જેમાં ૫૫ વ્યક્તિઓને કવોરન્ટાઈન કરી દેવાયા હતા. જયારે ગુરૂવાર ની સાંજે મોડાસા નગરપાલિકા હદ વિસ્તારના ઘાંચીવાડા વિસ્તારની બુલાફળીમાં ૪૬ વર્ષિય પુરૂષ કોરોનાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયો હતો અને આરોગ્ય વિભાગ દ્વારા આ દર્દીના સંપર્કમાં આવેલ ૦૫ વ્યક્તિઓને હોમ કર્વારન્ટાઈન કરી દેવાયા હતા.જયારે જિલ્લા મેજીસ્ટ્રેટ અમૃતેશ ઔરંગાબાદકર દ્વારા ફોજદારી કાસયરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪,ધ એપેડેમિક ડીસીઝ એકટ-૧૮૯૭ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૩૦ અને ૩૪ હેઠળ અસરગ્રસ્ત વિસ્તારને ૧૮ જુન સુધી કર્વારન્ટાઈન કરી દેવાયો હતો. જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૧૨૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.જે પૈકી ૧૧૧ દર્દીઓએ કોરોનાને માત આપી પુનઃ સ્વાસ્થય પ્રાપ્ત કરી દીધું છે. જિલ્લામાં ૭ વ્યક્તિઓના કોરોના સંક્રમણને લઈ આજ દિન સુધીમાં મોત નીપજયા છે. જિલ્લામાં નોંધાયેલ કુલ ૧૨૬ પોઝીટીવ કેસો પૈકી મોડાસા નગર વિસતારમાં જ કુલ ૪૨ અને મોડાસા તાલુકામાં ૨૧ પોઝીટીવ કેસ મળી કુલ ૬૩ કેસ નોંધાતાં જિલ્લાના છ તાલુકાઓ પૈકી એક જ મોડાસા તાલુકામાં જ ૫૦ ટકા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!