મહિલાઓ વિરૂદ્ધ અપરાધ બદલ ભાજપના 21, કોંગ્રેસના 16 અને વાયએસઆરસીપીના સાત સાંસદો સામે કેસ ચાલી રહ્યાં છે તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર)એ એક નિવેદનમાં જણાવ્યું છે. એડીઆરના જણાવ્યા અનુસાર 2009માં મહિલાઓ વિરૂદ્ધ અપરાધના કેસનો સામનો કરી રહેલા લોકસભા સાંસદોની સંખ્યા બે હતી જે 2019માં વધીને 19 થઇ ગઇ છે. છેલ્લા પાંચ વર્ષમા ત્રણ સાંસદો અને છ ધારાસભ્યો સામે બળાત્કાર સાથે સંકળાયેલા કેસો થયેલા છે.

ચૂંટણી પંચની માન્યતા પ્રાપ્ત પક્ષોએ છેલ્લા પાંચ વર્ષમાં 41 એવા ઉમેદવારોને ટિકિટ આપી હતી કે જેમની સામે બળાત્કાર સાથે સંકળાયેલા કેસો ચાલી રહ્યાં હતાં. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે મહિલાઓ વિરૂદ્ધ અપરાધના કેસનો સામનો કરી રહેલા કુલ 66 ઉમંદવારોને લોકસભા, રાજ્યસભા અને રાજ્યની વિધાનસભાઓે માટે ટિકિટ આપી હતી. કોંગ્રેસે આવા 46 જ્યારે બસપાએ 40 ઉમેદવારોને ટિકિટ આપી હતી.


એડીઆર અને નેશનલ ઇલેકશન વોચે હાલના વર્તમાન 759 સાંસદો અને 4063 ધારાસભ્યોના કુલ 4896 એફિડેવિટમાંથી 4822 એફિડેવિટનો અભ્યાસ કર્યો હતો. એડીઆરના અહેવાલ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ વિરૂદ્ધ અપરાધના કેસોનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંખ્યા 38થી વધીને 126 થઇ છે. જે 231 ટકાનો ઉછાળો દર્શાવે છે.

પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 16 સાંસદો અને ધારાસભ્યો એવા છે જેમની સામે મહિલાઓ વિરૂદ્ધના અપરાધના કેસો ચાલી રહ્યાં છે. ત્યારબાદ અને મહારાષ્ટ્ર અને ઓડિશામાં આવા સાંસદો અને ધારાસભ્યોની સંખ્યા 12-12 છે. છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ વિરૂદ્ધના અપરાધના કેસોનો સામનો કરી રહેલા કુલ 572 ઉમેદવારોએ લોકસભા, રાજ્યસભા કે વિધાનસભાની ચૂંટણી લડી છે.જે પૈકી 410 ઉમેદવારોને માન્યતા પ્રાપ્ત પક્ષોએ ટિકિટ આપી હતી અને તેમાંથી 89 સાંસદો લોકસભા અને રાજ્યસભા માટે નોમિનેટ થયા હતાં. રાજકીય પક્ષોએ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 84 અને બિહારમાં 75 આવા ઉમેદવારોને ટિકિટ આપી હતી.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…