હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલની મુશ્કેલીઓ વધી, મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણી કરવી પડી ભારે

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભલે ટીમ ઇન્ડિયામાં વાપસી કરી ચુક્યો છે પરંતુ તેની અને સાથી ક્રિકેટર લોકેશ રાહુલની  મુશ્કેલીઓ વધતી જઇ રહી છે. આ બંને ઉપરાંત જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર સામે રાજસ્થાનના જોધપુરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર, કૉફી વિથ કરણ ટીવી શૉ દરમિયાન મહિલાઓ માટે વાંધાજનક કમેન્ટસ કરવાના કારણે ત્રણેય સ્ટાર્સ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાર્દિક, રાહુલ અને કરણ વિરુદ્ધ જોધપુરમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં મહિલાઓ માટે એક શૉ દરમિયાન વાંધાજનક કમેન્ટ કરવાના કારણે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડ સામે વન ડે સીરીઝની ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયામાં વાપસી કરી છે અને શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને ઓસ્ટ્રેલિયામાં ગત વન ડે સીરીઝમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને બીસીસીઆઇએ તપાસ પૂરી થવા સુધી તેને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે પછીથી તેના પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.

જણાવી દઇએ કે હાર્દિક પંડયા અને ઓપનર લોકેશ રાહુલે ‘કોફી વિથ કરન’ ટીવી શૉમાં બેશર્મ અને અશ્લીલ કોમેન્ટ્સ કરતાં ભારતીય ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. હાર્દિકે જિંદગીની અંગત પળોનો જાહેરમાં ખુલાસો કરવાની સાથે લોકેશ રાહુલ તેમજ હોસ્ટ કરન જોહરની સાથે મહિલાઓ અંગે જે પ્રકારની કોમેન્ટ્સ કરી હતી, તેનાથી ઉગ્ર વિવાદ સર્જાયો હતો.

આ શૉમાં પંડ્યાએ તે વાત કબૂલી હતી કે તે અનેક મહિલાઓ સાથે રિલેશનમાં રહ્યો છે અને તે પોતાના માતા-પિતા સાથે પણ ખૂબ જ ઓપન છે. તેણે જણાવ્યું કે જ્યારે પહેલીવાર તેમણે વર્જીનીટી તોડી હતી ત્યારે તેણે પોતાના પેરેન્ટ્સને જણાવ્યું હતું કે, આજે હું કરીને આવ્યો છુ. હાર્દિક પંડ્યાનું નામ એલી અવરામ અને ઇશા ગુપ્તા સાથે જોડાઇ ચુક્યું છે. તેવામાં કેએલ રાહુલનું નામ પણ બોલીવુડ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ સાથે જોડાયું હતું. જો કે બંનેએ શૉ દરમિયાન કહ્યું કે તેઓ સિંગલ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter