GSTV

વસૂલી/ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ સહિત 8 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ, ડીસીપી અને પીઆઈ પણ ભરાયા

Last Updated on July 22, 2021 by Zainul Ansari

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એફઆઈઆરમાં પરમબીર ઉપરાંત મુંબઈ પોલીસના અન્ય પોલીસ અધિકારીઓના નામ પણ છે. એક બિલ્ડરની ફરિયાદના આધારે આ ફરિયાદ દાખલ કરાઈ છે જેમાં 15 કરોડની લાંચનો આરોપ લગાવાયો છે.

મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન ખાતે આ એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે. ફરિયાદકર્તા બિલ્ડરનો આરોપ છે કે, તેમના વિરૂદ્ધ નોંધાયેલા કેટલાક કેસ અને ફરિયાદો નિપટાવવાના બદલામાં તેમના પાસેથી 15 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી.

આ એફઆઈઆરમાં મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહ ઉપરાંત 5 અન્ય પોલીસકર્મીઓ અને 2 સામાન્ય નાગરિકોના નામ સામેલ છે. મતલબ કે કુલ 8 લોકોના નામે આ એફઆઈઆર થઈ છે. એફઆઈઆરમાં જે પોલીસ કર્મચારીઓના નામ છે તે પૈકીના એક મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચ યુનિટમાં ડીસીપી છે. જ્યારે અન્ય પોલીસકર્મી ક્રાઈમ બ્રાંચના અલગ અલગ યુનિટ્સમાં ઈન્સપેક્ટર રેન્ક પર તૈનાત છે. આ મામલે જે 2 નાગરિકોના નામ આવ્યા છે તે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ પોલીસ કર્મચારીની ધરપકડ નથી કરાઈ.

anil-deshmukh

ઉલ્લેખનીય છે કે, પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે પોતે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલીનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમના આ આરોપ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો અને ત્યાં સુધી કે અનિલ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું. આ સમગ્ર વિવાદમાં પરમબીર સિંહે પણ પોતાની ખુરશી ગુમાવવી પડી હતી. ત્યારે હવે એક બિલ્ડરે પરમબીર સિંહ વિરુદ્ધ જ કેસ અને ફરિયાદ નિપટાવવા બદલ 15 કરોડની ડિમાન્ડ કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

Read Also

Related posts

Tokyo Olympics 2020/ ફિર દિલ દો હોકી કો… ગેરંટી છે, આ વિડીયો જોઈ દરેક ભારતીયોને થશે ગર્વ

Damini Patel

Video: સાપને છંછેડવો આ શખ્સને પડ્યું ભારે! સાપે એવો બદલો લીધો કે ધોળા દિવસે દેખાઇ ગયા તારા

Bansari

સ્માર્ટ સેવિંગ / પર્સનલ લોન પર આ રીતે ઓછો કરશે વ્યાજનો દર, લોન લેતા પહેલાં જાણી લો આ 4 ટિપ્સ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!