GSTV

વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનો મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો, તહેવારોમાં થયો નવો વિવાદ

વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહની નિમણૂક થતાં ભાજપમાં ભાંજગડ સર્જાઇ હતી તો હવે નવો વિવાદ સર્જાયો છે. જેમાં ડોક્ટર વિજય શાહ હાલમાં ગોત્રી હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓની રાજકીય પક્ષના હોદ્દેદાર તરીકે નિમણૂક થઈ શકે ખરી તે અંગે વધુ એક વિવાદ સર્જાયો છે જેથી મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રમુખ પદ માટે રેસમાં હતા તેવા આગેવાનોમાં સોંપો પડી ગયો

વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે ડોક્ટર વિજય શાહની નિમણૂક થતાં પ્રમુખ પદ માટે રેસમાં હતા તેવા આગેવાનોમાં સોંપો પડી ગયો હતો એટલું જ નહીં પાંચ ધારાસભ્ય પૈકી ચાર ધારાસભ્ય જે આગેવાનોનું નામ પ્રમુખ માટે ચલાવતા હતા. તેઓનું નામ પણ કપાઈ ગયું હતું જ્યારે ભાજપના પ્રદેશના આગેવાનો અલગ અલગ કાર્યકરના નામ ચર્ચામાં લાવ્યા હતા અને સ્થાનિક કક્ષાએથી પાંચથી છ નામ પ્રદેશ કક્ષાએ પહોંચ્યા હતા તેમાંથી કોઈ પણ એકનું નામ નક્કી થવાની શક્યતાઓ હતી પરંતુ છેલ્લી ઘડીએ ડોક્ટર વિજય શાહનું નામ નક્કી થતા ભાજપ ના આગેવાનોમાં તેમજ ધારાસભ્યોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

કટ ટુ સાઇઝ કરી સ્થાનિક કક્ષાના આગેવાનને પ્રમુખ તરીકે નિયુક્ત કરતા ભાજપમાં ભાંજગડ વધી

જ્યારે વડોદરા ભાજપમાં જે રીતે કાઠીયાવાડી લોબીનું મહત્ત્વ વધી રહ્યું હતું તેને કટ ટુ સાઇઝ કરી સ્થાનિક કક્ષાના આગેવાનને પ્રમુખ તરીકે નિયુક્ત કરતા ભાજપમાં ભાંજગડ વધી હતી તો હવે બીજી બાજુ ડોક્ટર વિજય શાહની વિરોધી લોબીએ નવો વિવાદ ઊભો કર્યો છે. જેમાં તેઓ ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તો તે ઓની નિમણુક રાજકીય પક્ષના પ્રમુખ તરીકે થઈ શકે ખરી? તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે કેટલાક ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોએ રાજ્ય સરકારનું ધ્યાન દોરવાનું છે જેથી મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે.

મહત્વનો હોદ્દો ધરાવતા હોય તેવા અધિકારી રાજકીય પક્ષના હોદ્દેદાર થઈ શકે નહીં

રાજ્ય સરકારના નિયમ પ્રમાણે જો કોઈ સરકારી નોકરી કરતા હોય કે મહત્વનો હોદ્દો ધરાવતા હોય તેવા અધિકારી રાજકીય પક્ષના હોદ્દેદાર થઈ શકે નહીં અને જો કોઈ સરકારી અધિકારી ચૂંટણી લડવા માગતા હોય તો જે તે સંસ્થાનું કે પછી સરકારમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાનું હોય છે પરંતુ રાજકીય પક્ષના આગેવાન તરીકે કોઈ હોદ્દો મેળવી શકાય નહીં.

રાજકીય પક્ષના પ્રમુખ તરીકે નિયુક્ત થાય તો તેઓએ ગોત્રી મેડિકલ કોલેજમાંથી રાજીનામું આપી દેવું

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહની નિમણૂક થઈ છે જેઓ હાલ સરકાર સંચાલિત ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે જેથી તેઓ રાજકીય પક્ષના પ્રમુખ તરીકે નિયુક્ત થાય તો તેઓએ ગોત્રી મેડિકલ કોલેજમાંથી રાજીનામું આપી દેવું અને તેઓ રાજીનામું આપે નહીં તો પ્રમુખ પદે રહી શકે નહીં. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહની નિમણૂક થતા નવો વિવાદ સર્જાયો છે જે અંગે ભાજપના જ કેટલાક ધારાસભ્ય અને આગેવાનોએ રાજ્ય સરકારમાં ધ્યાન દોર્યું છે. જેથી મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ડોક્ટર વિજય શાહ ગોત્રી મેડિકલ કોલેજ માંથી રાજીનામું આપે છે કે પછી શહેર પ્રમુખ તરીકે રહેશે તે જોવાનું રહે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!