GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

દર્શક ઠાકર પર ભાજપના નેતાઓના ચાર હાથ : ભાજપનો બેવડો ચહેરો બેનકાબ, જુઅો વીડિયો

જાણિતા ઉદ્યોગપતિને ધમકીના કેસમાં ભાજપનો બેવડો ચહેરો બેનકાબ થયો છે. ઉદ્યોગપતિએ નોંધાવેલી ફરિયાદમાં ભાજપના યુવા નેતા દર્શક ઠાકરનું નામ હોવા છતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી. રાહુલ સોનીને સસ્પેન્ડ કરી ભાજપે માત્ર દેખાડો કર્યો હોવાનું દેખાય છે. રાહુલ સોની, દર્શક ઠાકર, દેવરાજ સહિત બીજેવાયએમના નેતાઓ સામે હિપોલીનની પૂર્વ ડાયરેક્ટરે મકાન પચાવી પાડવા, મારી નાખવાની ધમકી આપવા સહિતની ફરિયાદ નોંધાવી છે. જોકે આરોપી દર્શક ઠાકર પર ભાજપના નેતાઓના ચાર હાથ હોવાનું દેખાઈ રહ્યુ છે. રાહુલ સોનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ દર્શક ઠાકર પર ભાજપના નેતાઓના ચાર હાથ છે .કારણ કે તેને સસ્પેન્ડ કરાયો નથી, દર્શક ઠાકર ભાજપ યુવા મોરચનો વાઈસ પ્રેસિડેન્ટ છે. તો દેવરાજને પણ ભાજપે સસ્પેન્ડ કર્યો નથી. ભાજપ યુવા  મોરચના પ્રમુખ ઋત્વિક પટેલની વરવી ભૂમિકા સામે આવી છે. સીસીટીવીમાં રાહુલ, દર્શક અને દેવરાજ ત્રણેય દેખાય છે.પરંતુ  ગુંડાગુરીના આરોપી દર્શક અને દેવરાજને ઋત્વીજ દ્વારા બચવવાના પ્રયાસ કર્યા હોય તેમ દેખાય છે.

ભાજપનું બેવડું વલણ છતુ થતા ભાજપ બેકફૂટ પર

ખંડણીબાજ નેતાઓ મામલે ભાજપનું બેવડું વલણ છતુ થતા ભાજપ બેકફૂટ પર છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ દાવો કર્યો છે કે ખંડણી માંગનારા કોઈપણ નેતા કે કાર્યકર્તાને બક્ષવામાં નહીં આવે. જો નવો વીડિયો સામે આવ્યો છે તેની તપાસ કર્યા બાદ દર્શક ઠાકર અને દેવરાજ સામે પગલા ભરાશે.

  • રાહુલ સોનીને સસ્પેન્ડ કરી ભાજપે માત્ર દેખાડો કર્યો
  • ખંડણીબાજ નેતાઅો મુદ્રે ભાજપનું બેવડું વલણ બેનકાબ થયું
  • દર્શક ઠાકર પર ભાજપના નેતાઅોના ચાર હાથ
  • ભાજપના યુવા મોરચાનો વાઇસ પ્રેસિડન્ટ છે દર્શક છાકર
  • દેવરાજ નામના યુવા નેતાને પણ ભાજપે નથી કર્યો સસ્પેન્ડ
  • ભાજપના યુવાર માેરચાના પ્રમુખ ઋત્વિક પટેલની વરવી ભૂમિકા
  • સીસીટીવીમાં રાહુલ, દર્શક અને દેવરાજ ત્રણેય સામેલ

 

Related posts

આવો Video Viral થતા પોલીસ આવી હરકતમાં, અવાવરૂ જગ્યા પર ટ્રક ચાલકો સાથે થતો હતો આવો વ્યવહાર

Arohi

ગુજરાતીઓ ખાસ રાખે સાવધાની, આ રોગ હશે અને Corona થશે તો મોતનું જોખમ છે વધારે

Mansi Patel

પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ: મૌસમનો બદલાયો મિજાજ, શહેરમાં આ તારીખે વરસાદ વરસવાની આગાહી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!