GSTV
News Trending ગુજરાત

એક પત્ની સાથે દિવસે અને બીજી સાથે રાતે, બંન્નેને 5 અને 3 વર્ષનો દિકરો થયો ત્યારે છેક પોલ છતી થઈ

આપણા રાજ્યમાં એક રસપ્રદ કેસ સામે આવ્યો છે. એક પુરુષે બે લગ્ન કર્યા હતા અને દિવસે એક પત્ની સાથે તો રાતે બીજી પત્ની સાથે રહેતો હતો. લગભગ નવ વર્ષ પછી આ વાત જાહેર કરવામાં આવી. નવ વર્ષ પહેલાં એક માણસે લવ મેરેજ કર્યા હતા. એ વાતની જ્યારે તેના ઘરના લોકોને જાણ થઈ તો તેને મંજૂરી ન આપી.

આ પછી ઘરના લોકોએ તેમના લગ્ન બીજા સાથે રિતી રિવાજો સાથે કર્યા. પરિવારના દબાણ હેઠળ તેણે નવ વર્ષ સુધી બંને પત્ની સાથેના સંબંધને જાળવી રાખ્યો. બીજી પત્ની પાસે આ વિશે કોઈ માહિતી નથી. તાજેતરમાં જ્યારે તેને જાણ થઈ ત્યારે તેણીએ મહિલા હેલ્પલાઇન -181 માં ફરિયાદ નોંધાવી છે.

2011માં આ વ્યક્તિએ પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રથમ પત્નીને દોઢ વર્ષનો દીકરો છે અને બીજી પત્નીને પાંચ વર્ષનો પુત્ર છે. જ્યારે હેલ્પલાઇને બંને પત્નીઓને પૂછ્યું કે તેઓ આટલા લાંબા સમય સુધી કેમ ખબર ન પડી. ત્યારે તેણે કહ્યું કે તે એક સાથે દિવસે અને બીજી સાથે રાતે રેહતો હતો. તેમણે નાઈટ શિફ્ટનું બહાનું બતાવ્યું હતું.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV