ગુજરાતના મુખ્યમંત્રી અને અલ્પેશ ઠાકોર પર મુઝફ્ફરપુર કોર્ટમાં દાખલ થયો કેસ

ગુજરાતમાં 14 માસની બાળકી સાથે બળાત્કાર બાદ બિહાર અને યુપીના લોકોને રાજ્યમાંથી હાંકી કાઢવા માટે ઘણાં લોકોને માર મારવાની ઘટના બની છે. આ મામલે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને બિહાર કોંગ્રેસના સહપ્રભારી તથા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે મુઝફ્ફરપુરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

કોર્ટમાં કેસ દાખલ કરનાર સોશયલ એક્ટિવિસ્ટ તમન્ના હાશમીએ કહ્યું છે કે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અલ્પેશ ઠાકોરની મિલીભગતથી આ બધું થઈ રહ્યું છે. ગુજરાતમાં બિહારીઓની હેરાનગતિ થઈ રહી છે. એવું લાગે છે કે તેઓ ગુજરાતમાં નહીં. પણ પાકિસ્તાનમાં રહેતા હોય.

ગુજરાતમાં બિહારીઓ સાથે એવો વ્યવહાર થઈ રહ્યો છે કે જાણે કે તેઓ ભારતના નાગરીક જ નથી. અરજદાર તમન્ના હાશ્મીએ જણાવ્યું છે કે તેઓ આવી ઘટનાઓથી આહત થયા છે અને તેને કારણે તેમણે મુઝફ્ફપુરની સીજેએમ કોર્ટમાં કેસ કર્યો છે. તેમણે કહ્યું છે કે કોર્ટમાં કેસ દાખલ કર્યા બાદ અદાલતે તેને સ્વીકાર્યો પણ છે. આ મામલે કોર્ટમાં બીજી નવેમ્બરે સુનાવણીની પ્રક્રિયા હાથ ધરાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter