GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ગોડસેને દેશભક્ત ગણાવનારી સાધ્વી પ્રજ્ઞા વિરૂદ્ધ પોલીસ કેસ દાખલ

મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસને દેશભક્ત ગણાવવા બદલ ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની મુશ્કેલી થમવાનું નામ નથી લેતી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઈન્દોરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞા ઠાકુર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તે સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે પણ સાધ્વીના નિવેદન વિરૂદ્ધ અનેક જગ્યાઓએ પ્રદર્શન કરશે.

Pragya Thakur maun vrat

આસામના ધારાસભ્ય પણ સાધ્વી પ્રજ્ઞાના માર્ગે

ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પછી પાર્ટીના વધુ એક નેતાએ નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. આસામના ભાજપના ધારાસભ્ય શિલાદિત્ય દેવએ પ્રજ્ઞાસિંહ ઠાકુરનો બચાવ કર્યો અને નાથૂરામ ગોડસેને સાચા દેશભક્ત ગણાવ્યા. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે ભારતમાં ઘણાં ઓછા લોકો છે જેઓ સાચું બોલે છે. શિલાદિત્ય દેવએ કહ્યું કે ગાંધીજી વિવાદિત રાજનેતા ન હતા પરંતુ તેઓએ હિંદુઓ માટે જે કંઈ કર્યુ તે યોગ્ય ન હતું. શિલાદિત્યએ કહ્યું કે ગાંધીજીની હિંદુઓ પ્રત્યેની નીતિને કારણે ગોડસેને પીડા થઈ અને તેઓ થોડા આક્રમક હતા એટલે તેમની હત્યા કરી હોય શકે છે. સાથે જ તેઓએ કહ્યું કે દેશના ભાગલા પડ્યા બાદ ભારત સરકાર પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાનને આર્થિક સહાય આપી રહ્યું હતું જેના કારણે દેશની અર્થવ્યવસ્થામાં મુશ્કેલીઓ આવી રહી હતી. જો કે તે સમયે કોઈ ગાંધીજીને રોકવાના પ્રયાસ કરી રહ્યાં ન હતા.

સાધ્વી પ્રજ્ઞા પર મોદી સરકારે કરી લાલ આંખ

સંસદમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે પર સાંસદ પ્રજ્ઞા ઠાકુરની ટીપ્પણીથી ભારે હોબાળો સર્જાયો હતો. ભાજપે આ ટીપ્પણી બદલ પ્રજ્ઞા ઠાકુરની ઝાટકણી કાઢી હતી અને તેની સામે આકરાં પગલાં લીધા છે. ભાજપે પ્રજ્ઞા ઠાકુરની સંરક્ષણ પેનલમાંથી હકાલપટ્ટી કરી હતી તેમજ ભાજપની સંસદીય બેઠકમાં જવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો.

રાહુલ ગાંધીએ સાધ્વી પ્રજ્ઞાને ગણાવી આતંકી

બીજીબાજુ રાહુલ ગાંધીએ પ્રજ્ઞા ઠાકુરને ‘આતંકી’ ગણાવી હતી. જોકે, સમગ્ર વિવાદમાં પ્રજ્ઞા ઠાકુરે પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે તેણે ઉધમસિંહનું અપમાન સહન ન કર્યું. અસત્યના વાવાઝોડામાં સત્ય ખોવાઈ ગયું. ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બુધવારે સંસદમાં નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતાં ભારે વિવાદ સર્જાયો હતો. પ્રજ્ઞા ઠાકુરના નિવેદનથી વિપક્ષની સાથે ભાજપમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ભાજપ પણ કરી રહી છે ટીકા

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે ભાજપ પ્રજ્ઞા ઠાકુરની ટીપ્પણીની ટીકા કરે છે. પક્ષ આવા નિવેદનોનું ક્યારેય સમર્થન નથી કરતો. કિથત નિવેદન બદલ પ્રજ્ઞા ઠાકુર સામે પગલાં લેતાં ભાજપે સંરક્ષણ સમિતિમાંથી પ્રજ્ઞા ઠાકુરની હકાલપટ્ટી કરી હતી. તાજેતરમાં જ પ્રજ્ઞા ઠાકુરનો સંરક્ષણ સમિતિમાં સમાવેશ કરાયો હતો. તે સમયે પણ વિવાદ સર્જાયો હતો. સંરક્ષણ સમિતિમાંથી હકાલપટ્ટી ઉપરાંત ભાજપે શિયાળુ સત્ર દરમિયાન પક્ષની સંસદીય બેઠકમાં હાજરી આપવા સામે પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

આ એક દુખદાય દિવસ

દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગોડસેને દેશભક્ત કહેવા બદલ પ્રજ્ઞા ઠાકુરની ઝાટકણી કાઢી હતી અને તેમને આતંકી ગણાવી હતી. રાહુલે ટ્વીટ કરતાં લખ્યું કે, આતંકી પ્રજ્ઞાએ સંસદમાં ગોડસેને એક દેશભક્ત કહ્યા છે. ભારતીય સંસદના ઇતિહાસમાં આ એક દુ:ખદાયક દિવસ છે. મીડિયા સાથે વાતચીતમાં રાહુલે જણાવ્યું કે પ્રજ્ઞા ઠાકુર એ જ કહી રહી છે જે ભાજપ અને આરએસએસનો આત્મા છે. વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધીજીનું નામ ગમે તેટલું લે, પરંતુ તેમનો આત્મા ક્યારેય છૂપો નથી રહી શકતો. ગમે ત્યારે તે બહાર આવે જ છે. પ્રજ્ઞા ઠાકુરે આ બાબત પુરવાર કરી છે.

READ ALSO

Related posts

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

ગ્રામ્ય વિસ્તાર કોરોનાનો નવો શિકાર: સતત ચોથા દિવસે 8000થી વધુ કેસ, આ ચાર રાજ્યોમાં સ્થિતિ અતિગંભીર

Bansari

કાળમુખો કોરોના: અમેરિકામાં જીવલેણ વાયરસથી ચેપગ્રસ્તોની સંખ્યા 19 લાખને પાર, પરિસ્થિતિ વધુને વધુ વિકટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!