ઓનલાઈન ટિકિટ બુકિંગ પર એક્સટ્રા ચાર્જ શેનો હોય છે વિચાર્યું ક્યારેય? RTI થઈ અને ભરાઈ ગયું BookMyShow-PVR

મોબાઈલ અથવા તો કોમ્યુટરથી મૂવી ટિકિટ બુક કરવી ખૂબ સરળ હોય છે. પરંતુ શું તમે વિચાર્યું કે દરેક ટિકિટ સાથે જે તમે એક્સટ્રા ‘ઈન્ટરનેટ હેન્ડલિંગ ફિસ’ આપો છો તે શું છે? એક RTIમાં મળેલા જવાબ અનુસાર ખુલાસો થયો છે કે કોઈપણ પ્લેટફોર્મ દ્વારા મૂવી ટિકિટ માટે વધુ ઈન્ટરનેટ હેન્ડલિંગ ફિસ વસુલવાની જોગવાઈ RBIએ નથી કરી.

એક રિપોર્ટ અનુસાર RBIમાં દાખલ એક RTI પર મળેલા જવાબથી એ ખુલાસો થયો છે કે મુવી ટિકિટ બુકિંગ સર્વિસ ઉપલબ્ધ કરાવવા વાળા કોઈ પણ પ્લેટફોર્મને ગ્રાહકોથી એક્સટ્રા હેન્ડલિંગ ફિસ લેવાનો અધિકાર નથી. આ RBIનાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ રેગ્યુલેશનનું ઉલ્લંઘન છે. એમડીઆર એક પેમેન્ટ ગેટવે ફિસ છે જે વ્યાપારી દ્વારા બેન્કને ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડની મદદથી ગ્રાહકોથી પેમેન્ટ લેવાની જગ્યા પર આપવામાં આવે છે.

RBIએ હૈદરાબાદ સ્થિત ‘ફોરમ અગેન્સ્ટ કરપ્શન’ના પ્રેસિડેન્ટ વિજય ગોપાલ દ્વારા દાખલ એક RTI ક્વેરી ના જવાબમાં કહ્યું કે આ ફિસ ઈન્ટરનેટ બેસ્ડ ઓનલાઈન ટ્રાન્જેક્શન માટે વ્યાપારિઓ દ્વારા બેન્કોને આપવામાં આવે છે. પરંતુ જ્યારે ફિલ્મ ટિકિટની વાત આવે છે. તો આ ફિસ હવે ઓવલાઈન ટિકિટ બુકિંગ પોર્ટલ્સ દ્વારા ગ્રાહકોને આપવામાં આવી રહી છે જે BookMyShow કરે છે.

ઉદાહર તરીકે જો તમે BookMyShowથી એક મૂવી ટિકિટ બુક કરો છો તો તેની કિંમત 157.82 રૂપિયા હોય છે. જ્યારે આ જ ટિકિટને હૈદરાબાદ એક મોલમાં PVR પર ખરીદો તો તેના માટે 138 રૂપિયાની ચુકવણી કરવી પડે છે. એટલે કે પોર્ટલ ઈન્ટરનેટ ચાર્જિગના રૂપે 19.32 રૂપિયા લે છે જેમાં બુકિંગ પ્રાઈઝ 16.80 રૂપિયા અને 3.02 રૂપિયા ઈન્ટિગ્રેટેડ જીએસટી (IGST)નો સમાવેશ થાય છે.

આપણાંમાંથી જ ઘણા લોકો લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટથી બચવા માટે આ ફિસને ધ્યાનમાં નથી લેતા પરંતુ 16.80 રૂપિયા BookMyShow દ્વારા બેન્કને આપવામાં આવે છે ન કે ગ્રાહકોને.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter