જો તમે મર્યાદિત બજેટમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે આ સમયે શ્રેષ્ઠ તક છે. કારણ કે આ મહિને ઘણા મોટા કાર ઉત્પાદકો તેમની સસ્તી કાર પર છૂટ આપી રહ્યા છે. જેના કારણે તમે મર્યાદિત બજેટમાં મારુતિ, રેનો અને Datsun જેવી કંપનીની કાર ખૂબ જ સરળતાથી ખરીદી શકો છો. પરંતુ તમને જણાવી દઈએ કે આ ઓફર પૂરી થવા માટે હજી થોડા જ દિવસો બાકી છે. તેથી જલદી તમારી કાર બુક કરાવો. ચાલો જાણીએ મારુતિ, રેનો અને Datsunની કારની ઓફર વિશે…

Datsun GO અને GO+
Datsun GO અને GO+ મોડલો વિશે વાત કરતાં, તમને આના પર 40 હજાર રૂપિયા સુધીનો લાભ મળશે. 20 હજાર રૂપિયાના કેશ ડિસ્કાઉન્ટની સાથે 20 હજાર રૂપિયાનું એક્સચેંજ બોનસ પણ મળશે. જણાવી દઈએ Datsun GOની એક્સ-શોરૂમ કિંમત 4,02,778 રૂપિયાથી શરૂ થાય છે. તો, ગો પ્લસ વિશે વાત કરવામાં આવે તો તેની પ્રારંભિક કિંમત 4,25,926 રૂપિયા છે.

Redi-GO પર મળે છે આટલું ડિસ્કાઉન્ટ
Redi-GO મોડેલ વિશે વાત કરતાં ગ્રાહકોને 35000 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં કંપની કાર પર 15 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય 15 હજાર રૂપિયા સુધીનું એક્સચેંજ બોનસ મળી રહ્યું છે અને 5 હજાર રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે. આ મોડેલની એક્સ શોરૂમ કિંમત આશરે 2,86,186 રૂપિયા છે.

Maruti Suzuki Alto
ગ્રાહકોને 34,000 રૂપિયા સુધીનું કુલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેમાં 15,000 રૂપિયાની રોકડ ડિસ્કાઉન્ટ અને 15,000 રૂપિયા સુધીનું એક્સચેંજ બોનસ શામેલ છે. આ સિવાય રૂ.4,000 સુધીનું કોર્પોરેટ બોનસ આપવામાં આવી રહ્યું છે. મારુતિ અલ્ટો 800ની પ્રારંભિક કિંમત 2 લાખ 99 હજાર રૂપિયા છે.

Renault Kwid
ગ્રાહકોને કુલ 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે. જેમાં 10,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ બોનસ અથવા વિશેષ બોનસ શામેલ છે. આ સિવાય ગ્રાહકોને 5.99 ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવી રહી છે. Renault Kwidની પ્રારંભિક દિલ્હીની એક્સ-શોરૂમ કિંમત 3.12 લાખ રૂપિયા છે, જે તેના ટોપ એન્ડ વેરિઅન્ટ્સ પર રૂ.5.31 લાખ સુધી જાય છે.
READ ALSO
- કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ ગુજરાતમાં ભાજપ 11 જિલ્લા પંચાયતોમાં શરૂઆતના ટ્રેન્ડમાં જ આગળ, કોંગ્રેસનું નથી ખૂલ્યું હજુ ખાતું
- LIVE: 81 નગરપાલિકાની મતગણતરી શરૂ, ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ રસાકસીનો જંગ
- નગર પાલિકા રિઝલ્ટ/ ભાજપે આટલી બેઠકો પર મારી બાજી, જાણો શું છે કોંગ્રેસના હાલ
- રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક