હવે તમે તમારા શહેરી વિસ્તારમાં જો 70 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવશો તો પોલાસ તમારુ ચાલાન કાપી નહી શકે. કેન્દ્ર સરકારે પોતાના પોતાના આ પ્રકારના પહેલા નિર્ણયમાં શહેરી વિસ્તારમાં કારની મહત્તમ સ્પીડ લિમિટ 70 કિમી પ્રતિ કલાક કરવાની મંજૂરી આપી દીધી છે. અગાઉ આ મર્યાદા 60 કિમી પ્રતિ કલાકની હતી. સરકારે કાર્ગો કરિયર્સની સ્પીડ 60 કિમી પ્રતિ કલાક અને ટૂ-વ્હીલર્સ માટે 50 કિમી પ્રતિ કલાક કરવાનો આદેશ આપી દીધો છે.
જો કે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન રસ્તા પર ચાલતા અન્ય વાહનોની સુરક્ષાને ધ્યાનમાં લેતા દરેક કેટેગરીમાં સ્પીડ લિમિટને ઘટાડવાનો આદેશ આપી શકે છે. અત્યાર સુધી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય જ અલગ-અલગ શ્રેણીના વાહનોની સ્પીડ નક્કી કરવાનું કામ કરે છે. આ ઉપરાંત કેટલાંક ગ્રે એરિયાઝ નક્કી કરવામાં આવે છે જેમાં રાજ્ય સરકાર પણ મહત્તમ સ્પીડની મર્યાદા નક્કી કરી શકતી નહતી.
હાલ સ્થાનિક તંત્રની સ્પીડ મર્યાદાને 40થી 50 કિમી પ્રતિ કલાક સુધી નક્કી કરી છે. સૂત્રોએ જણાવ્યુ કે રિંગ રોડ્સની સંખ્યામાં વધારો અને શહેરોમાં બહારી માર્ગોમાં વધારો થયો છે. તેના પગલે હવે માર્ગ પરિવહન મંત્રાલયે શહેરી વિસ્તારમાં સ્પીડ લિમિટને વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી સ્પીડ લિમિટ ઘટાડવાનો પૂરો અધિકાર રાજ્યો અને સ્થાનિક એજન્સિઓ પાસે હતો. હજુ પણ તે નક્કી કરી શકશે કે કયા માર્ગ પર કેટલી સ્પીડ પર કઇ ગાડી ચાલશે.
માર્ગ પરિવહન મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે મહત્તમ સ્પીડ લિમિટથી 5 ટકા વધારે સ્પીડથી ચાલતા વાહનો પર કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે. આ અંગે ટૂંક સમયમાં સૂચનાપત્ર બહાર પાડવામાં આવશે. શહેરી ક્ષેત્રોમાં સ્પીડ વધારવાનો નિર્ણય તેવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સમગ્ર દેશમાં માર્ગ દુર્ઘટનાઓ પર લગામ લગાવવા માટે મહત્તમ સ્પીડ લિમિટ ઘટાડવાની માંગ કરવામાં આવી રહી છે.