જો તમે ખાડી દેશમાં નોકરી શોધી રહ્યા છો તો સાવધાન થઈ જજો. કારણ કે, નોકરીની શોધ કરી રહેલા લોકોને રોજગાર અપાવવાના નામ પર ખોટા એજન્ટ લોકોને દગો આપી રહ્યા છે. આ તાજો કેસ UAE નો છે. દલાલોએ 12 ભારતીય મહિલાઓને રોજગાર અપાવવાના નામ પર યૂએઈમાં છેતર્યા છે. માહિતી પ્રમાણે 21 થી 46 વર્ષની વચ્ચેની આ મહિલાઓને ઘરમાં કામ કરવાની નોકરી અપાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ જ્યારે મહિલાઓ યૂએઈ પહોંચી તો તેમને જાણવા મળ્યું કે, તેમની સાથે દગો થયો છે.
એજન્ટોથી સાવધાન રહેવાની સલાહ આપી
તેને લઈને સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ભારતીય દૂતાવાસે નોકરીની શોધ કરી રહેલા લોકોથી રોજગાર અપાવવાના નામ પર ખોટા એજન્ટોથી સાવધાન રહેવાની સલાહ આપી છે. જેમણે કોરોના વાયરસ સંક્રમણના કારણે કેટલાક દિવસ શાંત રહ્યા બાદ ફરીથી ભોળા લોકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધુ છે.
એજન્ટ અમારા નાગરિકોનું શોષણ કરી રહ્યા છે
વિદેશ મંત્રાલયમાં સચિવ સંજય ભટ્ટાચાર્યે આ અઠવાડિયાની શરૂઆતમાં ટ્વીટ કર્યું હતુ કે, હું આ વાતથી ચિંતિત છું કે, કેટલાક બદમાશ એજન્ટ અમારા નાગરિકોનું શોષણ કરી રહ્યા છે અને તેમના વિદેશમાં ખતરામાં નાખી રહ્યા છે. ભરતી એજન્ટોને વિશ્વસનીય રીતથી કામ કરવું જોઈએ નહીતર તેમને જવાબદાર ગણાવવામાં આવશે.
એજન્ટને ગિરફ્તાર કરી લીધા
સમુદાય આધારિત એક સંગઠન ઈંડિયન એસોસિએશન આ અજમાનના મહાસચિવ રૂપ સિદ્ઘુએ વાતચીતમાં કહ્યું કે, અજમાન પોલીસે આ મામલામાં એક એજન્ટને ગિરફ્તાર કરી લીધા છે. તેમણે જણાવ્યું કે, મહિલાઓને બે એપાર્ટમેન્ટમાં 7 અને 5 સમૂહમાં બંધ મળી આવ્યા છે અને મહિલાઓને પોતાની સાથે ગેરવર્તનની ફરિયાદ કરી છે.
READ ALSO
- નગર પાલિકા રિઝલ્ટ/ મહાનગર પાલિકા બાદ નગર પાલિકામાં પણ ભાજપનો દબદબો, આટલી બેઠકો પર આગળ
- તાલુકા પંચાયત રિઝલ્ટ/ 254માં ભાજપ, 55માં કોંગ્રેસ છે આગળ, ભાજપ તરફી અકબંધ છે શરૂઆતી ટ્રેન્ડ
- LIVE: ભાજપનું રાજ્યભરમાં વાવાઝોડું ફળ્યું : પાટીદારોના ગઢમાં પણ કોંગ્રેસના સૂપડાં સાફ, આપની પણ ધમાકેદાર એન્ટ્રી
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31 જિલ્લા પંચાયતોના પરિણામ, ભાજપનો 20 જિલ્લા પંચાયત પર ઘોડો વિનમાં, કોંગ્રેસના વળતા પાણી
- કામની વાત / SBIએ ઘર ખરીદનારોને આપી ભેટ, તો કોટકે હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો