GSTV

પ્રસૂતિ પછીના સમયમાં રાખો સ્તનનું ખાસ ધ્યાન, આ રીતે વધારો સ્તનસોંદર્ય

સ્તન

પ્રસૂતિ પછી તો સ્ત્રીના જીવનમાં સ્તનનું જ મુખ્ય કાર્ય શરૂ થાય છે. તે સમયે સ્તનો એ સૌંદર્ય અને જાતીયતા કરતાં માતૃત્વ, મમતા,  પ્રેમ અને બાળકોને પોષણ આપવાનું મુખ્ય કાર્ય કરવાનું હોય છે. તે સમયે સ્તનોમાં ઉત્પન્ન  થતાં દૂધ દ્વારા એક નવી જિંદગીને પોષવાની હોય છે, તેને સંસ્કાર અને વીરતાનું સિંચન કરવાનું હોય છે. આપણામાં કહેવત છે કે ”માનું દૂધ લજવ્યું” છત્રપતિ શિવાજી મહારાજને જીજાબાઈએ ધાવણ દ્વારા સત્ય અને વીરતાનું સિંચન કર્યું હતું. આવા તો અનેક વીરોના દાખલા આપણા ઈતિહાસમાં મોજૂદ છે.

કારણ કે આ તબક્કો માતા તથા બાળક માટે ખૂબ જ નાજુક અને અગત્યનો તબક્કો છે. આ તબક્કામાં સ્તનપાન કરાવીને માતા વાત્સલ્ય શું છે? તેનો એક વિશિષ્ટ આનંદ મેળવે છે. બાળક પણ સ્તનપાન દ્વારા પોષણની સાથે સાથે માતાના પ્રેમનું પાન કરે છે. સ્તનપાન સમયે માતા જેવા વિચારો મનમાં કરે છે, તેવા જ ગુણો બાળકમાં ઊતરતા હોય છે. તેથી તે સમયે હંમેશા ઉચ્ચ વિચારો કરવા જોઈએ. આ હાલની વૈજ્ઞાાનિક શોેધ છે.

આ સમયગાળા દરમિયાન સ્તનની વિશિષ્ટ કાળજી  લેવી જોઈએ, કારણ કે સ્તનની વધઘટનો આ એક નાજુક સમય હોય છે. આ સમયે જો યોગ્ય રીતે ધ્યાન આપવામાં ન આવે તો ક્યાં તોે સ્તન ખૂબ વધી જાય છે કે સ્તન એકદમ નાના થઈ જાય છે. ક્યારેક સ્તન ઢીલાં બની જઈ લચી પડે છે. મોટા ભાગની બહેનોની ફરિયાદો હોય છે કે પ્રસૂતિ પછી સ્તન એકદમ ઢીલાં બની ગયાં છે. તેથી જ પ્રસૂતિ પછીના સમયગાળામાં સ્તનની વિશિષ્ટ સંભાળ લેવી પડે છે. સ્તનપાનના સમય દરમિયાન પણ સ્તન ભારે થાય છે. તેથી આ સમયે પણ સ્તન પર ખંજવાળ વગેરે આવે છે.

સ્તન

બાળકને સ્તન પાન કરાવ્યા બાદ ખાસ રાખો આ બાબતનું ધ્યાન

તે સમયે સ્તન પર નાઈસિલ પાવડર લગાડવો  જોઈએ. દર  વખતે બાળકને સ્તનપાન કરાવતાં પહેલાં તથા સ્તનપાન કરાવ્યા બાદ નિપલ ભીના હાથરૂમાલ કે મલમલના કપડાથી સાફ કરવી જોઈએ, નહિ તો સ્તનના જાત જાતના રોગો ઉત્પન્ન  થાય છે. આજકાલની માતાઓ સ્તન સૌંદર્ય બગડવાની બીકે સ્તનપાન કરાવતી નથી. પરંતુ એ માન્યતા ખોટી છે. જો યોગ્ય જ્ઞાાન હોય તો આ અવસ્થામાં સ્તન સૌંદર્ય બગડવાને બદલે વધુ ખીલે છે. કેટલીય બહેનો કહે છે કે પ્રસૂતિ બાદ સ્તન સારા થયા છે તો કેટલીક બહેનોની ફરિયાદ હોય છે કે પ્રસૂતિ બાદ સ્તન નાના કે ઢીલાં બની ગયાં છે, તોે આનું કારણ છે આ નાજુક તબક્કામાં સ્તનની વિશિષ્ટ કાળજી જે લેવી જોઈએ તે ન લેવાઈ હોય તો આમ બની શકે છે.

સ્તન વિશે જાણવા જેવી ખાસ બાબતો

સ્તન સૌંદર્ય કાયમ ટકાવી રાખવા માટે એક તો આ અવસ્થામાં ધ્યાન રાખવાની મુખ્ય વસ્તુ છે. બાળકને યોગ્ય રીતે સ્તનપાન કરાવવું, બાળકને ક્યારેય સૂતા સૂતા સ્તનપાન ન કરાવવું. રાત્રે ક્યારેય સ્તનપાન ન કરાવવું. કદાચ રાત્રે સ્તનપાન કરાવવાની જરૂર પડે તો બેસીને જ સ્તનપાન કરાવવું જોઈએ. સૂતાં સૂતાં સ્તનપાન કરાવવાથી સ્તન સંકોચાઈ જાય છે. સ્તનપાન કરાવવાના આ સમયગાળા દરમિયાન પણ ઘણી બહેનો બ્રા પહેરતી નથી તો તે પણ ખોટું છે. આ સમયે તો યોગ્ય ફિટિંગ વાળી બ્રા ખાસ પહેરવી જોઈએ. આ બ્રા વધુ ઢીલી કે વધુ ફીટ ન પહેરવી. ઘણી બહેનો આગળ હૂકની બ્રા આ સમયે પહેરે છે. જે સ્તનપાન કરાવવા માટે સગવડભરી હોય છે. સ્તન સૌંદર્ય માટે તે યોગ્ય નથી. તેથી બ્રા તો પાછળ હૂકની જ પહેરવી. જેથી બંને સ્તનોને  સારો આધાર મળી રહે છે, પરિણામે સ્તન લચી પડતાં નથી.

સ્તન

હાલમાં સ્તનની ડીંટડી (નિપલ) ના ભાગમાં હોલવાળી બ્રા મળતી થઈ છે, જે વધુ સગવડ ભરેલી હોવાનું મનાય છે. જે યુવતીઓને સ્તનપાન કરાવવાનો કંટાળો આવતો હોય, જેમને સ્તનપાન કરાવવું એ એક ઝંઝટ લાગતી હોય તેવી સ્ત્રીઓની માનસિક અસર સ્તનો પર પડે છે. આથી સ્તન સંકોચાઈ જઈ નાના બની જાય છે. સ્તનપાન સમયે બાળક સ્તનને મોંમાં લઈ ખેંચે કે પતિ દ્વારા સ્તન પર વધુ દબાણ કે સ્તન વધુ મસળાય તો સ્તન ઢીલા પડી લટકી જાય છે, માટે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પ્રસૂતિ બાદ સ્તનોમાં જાત જાતના રોગો પણ થાય છે. તેનાથી બચવું ખૂબ જરૂરી છે, નહિ તો સ્તન સૌંદર્ય જોખમાય છે. માટે હવે તેવો રોગો અંગે જોઈએ.

સ્તનપાક

આ રોગ સામાન્ય રીતે બાળકને સ્તનપાન કરાવવામાં ન આવે કે ખૂબ ઓછું સ્તનપાન કરાવવામાં આવે તો થાય છે, અથવા  સ્તન પર કંઈક વાગવાથી પણ આ રોગ થાય છે. સ્તનપાન સમયે સ્તનની સફાઈ બરાબર ન રાખતાં હો તો પણ આ રોગ થાય છે. સ્તનમાં દૂધનો અધિક ભરાવો થતાં પણ આ તકલીફ થાય છે. આમાં સામાન્ય રીતે સ્તન પર ખૂબ સોજો આવે છે, સ્તન ખેંચાય છે, ખૂબ દુઃખાવો થાય છે, સ્તન લાલ થઈ જાય છે, તાવ આવે છે વગેરે તકલીફ ઊભી થાય છે. માટે ઊપરની બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

જો આ રોગ થયો હોય તો તાત્કાલિક ડોેક્ટર પાસે જઈ તેના ઉપચાર કરાવવા. કારણ કે યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે તોે આ રોગ જીવલેણ પણ નીવડી શકે છે. જોે દૂધનોે ભરાવો વધુ થતો હોય તો વારંવાર હાથ વડે દબાવીને કે બ્રેસ્ટ પંપ વડે દૂધ ખેંચી લેવું જોઈએ. જો કે શક્ય હોય ત્યાં સુધી દૂધ  સૂકવવાની ગોળીઓ કે ઈન્જેક્શન ન લેવાં જોઈએ. પરંતુ આવી કોઈ તકલીફ થાય તો ડોક્ટરને બતાવી દવાલઈ લેવી જોઈએ, જેથી રોગ વધુ આગળ ન વધે. બાળકને થોડો સમય સ્તનપાન બંધ કરાવવું જોઈએ.

સ્તન

સ્તનપાક  જો વધુ થયો હોય તો ડોક્ટર પાસે ચીરો મુકાવી બગાડ કાઢી નંખાવવો જોઈએ. જો રોગની શરૂઆત થઈ હોય તો સોજા પર હળદર, દારૂહળદર, કાળીજીરી અને ફટકડી વાટી સહેજ ગરમ કરી સ્તન પર તેનો લેપ કરવો. આનાથી ધીમે ધીમે સોજો, દુઃખાવો તથા સ્ત્રાવ મટે છે. બીજું નુકસાન થતું નથી. જો સોજો ઓછો હોય પરંતુ ખેંચાણ કે દુઃખાવો વધુ હોય તો હળદર અને ધતુરાના ફળ  પાણી સાથે વાટી ગરમ કરી હૂંફાળો લેપ કરવો. આનાથી પણ દુઃખાવામાં ખૂબ રાહત થાય છે પરંતુ આ સમયે સ્તનપાન ક્યારેય ન કરાવવું.  તે બાળક માટે હાનિકર્તા છે.

વિદાર:

પ્રસૂતિ પછી સ્તનનો આ રોગ પણ કેટલીક સ્ત્રીઓને થાય છે. સામાન્ય રીતે આ રોગ સ્તનની નિપલનો રોગ છે. પરંતુ ખૂબ કષ્ટદાયક રોગ છે.  માટે તે પ્રત્યે પણ  પૂરતી કાળજી લેવી જોઈએ. સ્તનની નિપલ બરાબર સાફ થતી ન હોય તો ચેપને કારણે અથવા લુખાશ વધુ હોય તો પણ આ રોગ થાય છે. આ રોગમાં સ્તનની નિપલ પર ચીરા પડે છે. તેમાંથી ક્યારેક લોહી પણ નીકળે છે તથા દુઃખાવો અને બળતરા ખૂબ થાય છે. આ રોગ ન થાય તે માટે બાળકને દરેક વખતે સ્તનપાન કરાવ્યા બાદ સ્તનની નિપલ ભીના પાતળા રૂમાલથી સાફ કરવી જોઈએ.

રોજ સવારે નાહતી વખતે નિપલ ગરમ પાણીથી ધોઈને સાફ કરવી. રોજ રાત્રે નિપલ પર ચોખ્ખા ઘીથી હળવે હાથે માલિશ કરવું  જોઈએ.  જો આ રોગ થયો હોય તો થોડો સમય સ્તનપાન કરાવવાનું બંધ કરાવી દઈ  રોજ નિપલ પર જાત્યાદિ તેલનું પૂમડું મૂકવું. જો લોહી વધુ નીકળતું હોય તો ચીરા પર જેઠીમધનું ચૂર્ણ ભભરાવી ઉપર જાત્યાદિ તેલનું પોતું મૂકવું. આનાથી ધીમે ધીમે તેમાં રૂઝ આવી જાય છે. જો વધુ તકલીફ હોય તો કોઈ સારું મલમ લગાડવું, જેથી આ તકલીફ જલ્દી મટી શકે. બહેનો! તમે જોયું ને કે પ્રસૂતિ પછી તો સ્તનની કેટલી વિશિષ્ટ કાળજી લેવી પડે છે, નહિ તો સ્તનનું સૌંદર્ય તો હણાય છે પરંતુ સાથે સાથે તેના અનેક રોગોે પણ ઊભા થાય છે, જે સ્તનસૌંદર્ય માટે ખૂબ જ હાનિકર્તા  હોય છે.

Read Also

Related posts

PM Kisan: 5.95 લાખ એકાઉન્ટની થઈ તપાસ, વિશ્વાસ નહીં થાય આટલા લાખ લાભાર્થીઓ નિકળ્યા નકલી, હવે શું કરશે સરકાર?

Arohi

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel

રાજકોટ/ ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે થયું નિધન, ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!