ઘણી વખત એવું બને છે કે આપણે ઘરેથી રોકડ ઉપાડવા માટે ATMમાં જઈએ છીએ, પરંતુ ત્યાં ગયા પછી યાદ આવે છે કે આપણે ATM કાર્ડ જ લાવવાનું ભૂલી ગયા છીએ. પરંતુ ટૂંક સમયમાં જ RBI એક એવી સેવા શરૂ કરવા જઈ રહી છે જ્યાં તમે કાર્ડ વગર એટીએમમાંથી સરળતાથી પૈસા ઉપાડી શકશો.

UPIથી બનશે વાત
જે રીતે UPIએ દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવામાં તેની ઉપયોગીતા સાબિત કરી છે. હજી સુધી અન્ય કોઈ આનું વિકલ્પ શોધી શકાયું નથી. આને ધ્યાનમાં રાખીને, ભારતીય રિઝર્વ બેંક UPI પર આધારિત આવી સેવા શરૂ કરવા જઈ રહી છે, જ્યાં તમે કાર્ડ વિના ATMમાંથી પૈસા ઉપાડી શકો છો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે બેંકોને તેમના એટીએમ નેટવર્કને કાર્ડ-લેસ કેશ વિડ્રોઅલ સિસ્ટમ સાથે બદલવા માટે કહેવામાં આવ્યું છે. આ સિસ્ટમમાં ટ્રાન્ઝેક્શન દરમિયાન યુપીઆઈ દ્વારા ગ્રાહકોની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવશે. આ સિસ્ટમ ઇન્ટરઓપરેબલ હશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં કહ્યું કે,”આનાથી ટ્રાજેંક્શન ખૂબ જ સુરક્ષિત થઇ જશે. હાલમાં, એટીએમ દ્વારા કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા માત્ર કેટલીક બેંકો સુધી મર્યાદિત છે. હવે UPI નો ઉપયોગ કરીને તમામ બેંકો અને ATM નેટવર્ક પર કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ છે.ટ્રાન્ઝેક્શનની સરળતા ઉપરાંત, તેનો ફાયદો એ પણ હશે કે આવા ટ્રાન્ઝેક્શનમાં માટે ફિઝિકલ કાર્ડની પણ જરુર રહેશે નહીં. કાર્ડ સ્કિમિંગ અને કાર્ડ ક્લોનિંગ વગેરે જેવી છેતરપિંડીઓને રોકવામાં મદદ કરશે.”
કાર્ડલેસ રોકડ ઉપાડવાની સુવિધા શું છે?
કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધામાં બેંક ગ્રાહકને ATMમાંથી રોકડ ઉપાડતી વખતે તેના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નથી. આ સુવિધાને બેંકમાં COVID-19 મહામારીને પગલે રજૂ કરવામાં આવી હતી, જેથી લોકો એકબીજાના સંપર્કમાં ન આવે અથવા ઓછામાં ઓછા એકબીજાના સંપર્કમાં ન આવે.
કઇ કઇ બેંકમાં આ સુવિધા મળી રહી છે?
જો તમારુ ખાતુ SBI ,ICICI બેંક, Axice બેંક અને બેંક ઓફ બરોડા સહિત અન્ય બેંકોમાં પણ છે તો પણ તમને આ સુવિધા મળી શકે છે. ગ્રાહકો તેમના ડેબિટ કાર્ડ વિના પણ તેમના ફોન દ્વારા રોકડ ઉપાડી શકે છે. કાર્ડધારકે આ માટે મોબાઈલ બેંકિંગ એપનો ઉપયોગ કરવો પડશે અને એટીએમમાંથી રોકડ ઉપાડવાની વિનંતી કરવી પડશે કે, તેમની પાસે ડેબિટ કાર્ડ નથી.
READ ALSO
- આંદોલન/વડોદરા જિલ્લાના હેલ્થ વર્કરો અચોક્કસ મુદતની હડતાળ પર, કોરોના વોરિઅર્સના સર્ટિફિકેટો અને મોબાઇલ પરત કર્યા
- રાજ્યમાં કોરોના સંક્રમણમાં થોડી રાહત:, ગુજરાતમાં નવા ૪૫૯ કેસ,અમદાવાદમાં ૧૬૪
- અમેરિકા/ FBIની સિનસિનાટી સ્થિત ઓફિસમાં બંદૂકધારી ઘૂસ્યો, પોલીસ સામે ફાયરિંગ કરતા કરાયો ઠાર
- કરજણ / નર્મદા નદીમાં પાણી છોડાતા નારેશ્વરનો અડધો ઘાટ પાણીમાં ગરકાવ, માછલાં પકડવા ગયેલા બે માછીમારો લાપતા
- શરમજનક/ સાબરમતી નદીમાં જળકુંભી પથરાઈ! કોંગ્રેસના નેતાએ કહ્યું- તંત્રની બેદરકારીનું પરિણામ