GSTV

અહીં મળે છે ફૉર્ચ્યુનર 1.5 લાખમાં અને ઇનોવા 70 હજારમાં

Last Updated on August 4, 2018 by

આ કારનો ‘સેલ’ નથી, પરંતુ ચોરનો ઈન્ટરસ્ટેટ ગેંગનો ‘ખેલ’ છે. ખરેખર, આ કિંમત ચોરની એક ગેંગ નક્કી કરે છે, જે ઑર્ડર પર કારની ચોરી કરે છે. પછી ચોરી કરનારા આગળ પોતાની મુજબ કિંમત વસૂલે, પરંતુ આ ગેંગ કારની ચોરી કર્યા બાદ ‘ગ્રાહક’ શોધવાનુ ટેન્શન રાખતી નથી. ઓછી કિંમતમાં મોટી-મોટી કાર મિનિટોમાં ઉડાવી લે છે.

આ ગેંગનો પર્દાફાશ નૉર્થ ડિસ્ટ્રિક્ટના સ્પેશ્યલ સ્ટાફે કર્યો છે. તેમની જાસૂસી પર ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ જગ્યાએ ચોરીની 10 લક્ઝરી કાર રિક્વર થઈ છે. કાર સિવાય લૉક સેટ, ઈસીએમ કાર, સ્કેનર સેટ, કારનુ લોક ખોલતા સાધન, લક્ઝરી કારની 52 ચાવીઓ વગેરે રિક્વર છે.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ડિસ્ટ્રીક્ટમાં ચોરી થતા વાહન પર લગામ કસવા માટે સ્પેશ્યલ સ્ટાફની ટીમ ઘણા દિવસોથી કામ કરી રહી હતી. ઈન્ફોર્મર પાસેથી મળેલી સૂચના મુજબ, કેટલાંક ચોર દિલ્હીમા એક્ટિવ છે, જે ઑર્ડર પર કાર ચોરી કરે છે. આરોપીઓની ધરપકડ માટે એસીપીના સુપરવિઝનમાં પોલીસે એક ટીમ બનાવી. પોલીસની ટીમે ઈન્ફોર્મરની સૂચના મુજબ ત્રણ ચોરની તિમારપુરથી ધરપકડ કરી હતી.

બધા એક કારમાં સવાર હતાં. તેમની કારમાંથી ચોરીના સાધનો મળ્યા હતાં. આરોપીઓની ઓળખ મેરઠના મોહસિન (39), હાપુડના અસલમ (38), ઔરંગાબાદના શહજાદ (28) તરીકે થઈ છે. તેમણે જણાવ્યુ કે તેઓ પોતાના અન્ય સાથીદારો સાથે મળી કાર ચોરી કરી મેરઠ નિવાસી ગુડ્ડુને પહોંચાડતા હતા. ગુડ્ડુ જ આગળ કારના કરાર કરે છે.

આરોપીઓની જાસૂસી પર મેરઠ અને મુરાદનગરથી લક્ઝરી કાર રિક્વર થઈ. જેને ચોરી કરવા રાખવામાં આવી હતી. તે ગુડ્ડુના માધ્યમથી લખનઉ જતી હતી. હવે પોલીસ સમગ્ર નેટવર્કની ભાળ મેળવી રહી છે. ધરપકડ કરાયેલા બધા આરોપીઓનો ક્રિમિનલ રેકોર્ડ મળ્યો છે. શહજાદ પર 10 કેસ છે.

આ હતી કિંમત

  • 14 થી 22 લાખ રૂપિયામાં મળતી ઈનોવા ફક્ત 70 હજાર રૂપિયામાં
  • 26 થી 32 લાખ રૂપિયામાં વેચાતી ફોર્ચ્યુનર ફક્ત 1.50 લાખમાં
  • 10 થી 16 લાખ રૂપિયાની ક્રેટા ફક્ત 60 હજાર રૂપિયામાં
  • આઈ-10 જેવી કાર ફક્ત અને ફક્ત 10 થી 35 હજાર રૂપિયામાં

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!