GSTV

વિરાન રણપ્રદેશમાં મળ્યું ‘વિશાળકાય’ કાચબાનું જીવાશ્મ, તેનો આકાર લગભગ એક કારની બરોબર

ધરતી પર ક્યારેક ડાયનોસોર જેવા વિશાળકાય જીવજંતુઓ વસવાટ કરતા હતા તે વિશો તો તમામ લોકો જાણતાજ હશે અને સમય સમય પર દુનિયાનાં ઘણા વિસ્તારોમાંથી તેમના જીવાશ્વમ પણ મળી આવે છે. ત્યારે આવું જ એક વિશાળ કાય જીવાશ્મ દક્ષિણ અમેરિકાનાં તાતાકોઆ રણપ્રદેશમાંથી મળી આવ્યું છે. અહિંયા એક વિશાળકાય કાચબાનું જીવાશ્વમ મળી આવતા વૈજ્ઞાનિકો પણ હેરાન રહી ગયા છે. શોધકર્તાનાં અનુસાર તેનો આકાર એક કાર જેટલો વિશાળ છે.

વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ આ વિશાળકાય કાચબાની લંબાઈ 13 ફૂટ અને વજન લગભગ 2.5 ટન હતું.દાવો કરવામાં આવી રહ્યો છે કે આવા કાચબા ઉત્તર-દક્ષિણ અમેરીકામાં 1.3 કરોડ વર્ષ પહેલા જીવત હતા. વૈજ્ઞાનિકોએ આ કાચબાનાં જીવાશ્વને સ્ટુપેંડેમી જીગ્રાફીક્સ નામ આપવામાં આવ્યું છે.

આમતો કોઈપણ કાચબાને શિંગડા હોતા નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે નર સ્ટુપેંડેમીનાં કવચની બન્ને અને સામેની તરફ શિંગડા હતા. જેનો ઉપયોગ કદાચ બીજા જીવોથી, પોતાના ક્ષેત્રો, અથવા માદા કાચબાને મેળવવા માટે લડવા રૂપે તૈયાર કરતા હશે.

વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ સીગોઈં આર્કીલોન ધરતી પર સૌથી મોટા કાચબા પ્રખ્યાત છે. ત્યાર પછીનાં સ્ટુપેંડેમી તેમાનાં છે. તેમને દુનિયાના સૌથી મોટા કાચબા માનવામાં આવે છે. સીગોઈં આર્કીલોન ડાયનાસોરનાં યુગનાં અંત સમય એટલેકે 7 કરોડ પહેલા ધરતી પર હયાત હતા, તેમની લંબાઈ 4.6 મીટર હતી.

READ ALSO

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!