GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

લ્યો બોલો! કોરોનાના કારણે કારની માગ વધશે તેવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને આશા

કાર

કોરોના વાયરસના ડર અને કોઈની સાથે મુલાકાત વખતે સોશયલ ડિસ્ટન્સના નિયમોને પગલે મારુતિ સુઝુકી, હોન્ડા, ટોયોટા અને ટાટા મોટર્સ જેવી અગ્રણી કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ખાનગી વાહનોના વેચાણની માગ વધવાની આશા છે.કંપનીઓનું માનવું છે કે, લોકો પબ્લીક ટ્રાન્સપોર્ટથી દૂર રહેવાનું પસંદ કરશે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાને લોકડાઉન પુરું થયા બાદની સ્થિતિમાં ઓછી કિંમતોવાળી કારોની માગ વધવાની આશા છે.

કંપનીના કાર્યકારી ડાયરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે, ‘લોકો પબ્લીક ટ્રાન્સપોર્ટને બદલે ખાનગી વાહનોને પ્રાથમિકતા આપશે. ઘા ગ્રાહક સર્વેમાં પણ આ વાત સામે આવી છે.’તેમણે કહ્યું કે, આર્થિક ગતિવિધિઓ નરમ રહેવાથી અને લોકોની ખરીદ શક્તિ પ્રભાવિત થવાથી લોકો મુસાફરી માટે નાની કે ઓછી કિંમતોની કાર ખરીદવાનું પસંદ કરશે. ખાસ કરીને એવા ગ્રાહકોની સંખ્યા વધશે જે પહેલી વખત કાર ખરીદી રહ્યા છે.

ગત દિવસોમાં દેશભરમાં ખોલાયેલા પોતાના લગભગ 1,800 ડીલરો પર અમે એ વલણ જોઈ રહ્યા છીએ. શ્રીવાસ્તવે કહ્યું કે, પહેલા પણ જોવામાં આવ્યું છે કે, સંકટના સમયમાં ગ્રાહક સ્થાપિત બ્રાન્ડને મહત્વ આપે છે.

આ જ વાત હોન્ડા કાર્સ ઈન્ડિયાના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ અને માર્કેટિંગ એન્ડ સેલ્સ ડાયરેક્ટર રાજેશ ગોયલે પણ કહી. તેમણે કહ્યું કે, લોકો કોવિડ-19 સંક્રમણને લઈને વધુ સજાગ રહેશે. એટલે પબ્લીક ટ્રાન્સપોર્ટને બદલે લોકો ખાનગી વાહનોને વધુ મહત્વ આપશે. તેનાથી કારોનું વેચાણ વધશે.

car

તેમણે કહ્યું કે, જુદા-જુદા મોડલની નવી કારો સાથે-સાથે લોકો સેકન્ડ હેન્ડ પ્રમાણિત કારોની ખરીદી પર પણ ધ્યાન આપશે. તેનાથી ગ્રાહકો સસ્તામાં સારા વાહનને ખરીદી તેનો ઉપયોગ કરી શકશે.

ટોયોટા કિર્લોસ્કર મોટરના પ્રવક્તાએ કહ્યું કે, સંક્રમણથી બચવા માટે લોકો ખાનગી વાહનો તરફ વધી શકે છે. જોકે, એ ધ્યાન રાખવું પડશે કે હાલના સમયમાં ગ્રાહકોની માગ મર્યાદિત રહેવાની છે. એ ત્યાં સુધી રહી શકે છે, જ્યાં સુધી સરકાર તરફથી માગ વધવાના ઉપાય નહીં કરવામાં આવે.ટાટા મોટર્સના પ્રવક્તાએ કહ્યું કે, કોવિડ-19ના પ્રભાવને પગલે પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ઘટશે. એવામાં ખાનગી વાહનોની માગ વધી શકે છે.

Read Also

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!