GSTV
News Trending World

બ્રિટિશ PM ઋષિ સુનકના ઘરમાં ઘુસી ગઈ કાર, બ્લાસ્ટ સાથે થયો અકસ્માત, 1ની ધરપકડ

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકના ઘર અને ઓફિસમાં કાર અકસ્માત થવાથી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. ન્યુઝ એજન્સી રોયટર્સના એક રિપોર્ટ મુજબ પોલીસે કહ્યું કે લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટના ફાટકોમાં એક કાર અકસ્માતગ્રસ્ત થયા પછી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડાઉનિંગ સ્ટ્રીટ વિશ્વની પ્રસિદ્ધિ જગ્યાઓમાંથી એક છે, જ્યાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનું ઘર અને કાર્યાલય છે.

બીબીસીના જણાવ્યા અનુસાર, એક કાર ગેટ સાથે અથડાયા પછી અધિકારીઓએ વ્હાઈટહોલ રોડને બંધ કરી દીધો. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો ફુટેજમાં એક સફેદ રંગની કાર દેખાઈ રહી છે. જેનું બોનેટ ખુલ્લું છે, જે ગેટની પાસે જ ઉભી છે. હાલ એ વાત સ્પષ્ટ થઈ નથી કે અકસ્માત ષડયંત્રના ભાગરૂપ થયો હતો કે કેમ.

READ ALSO…

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV