GSTV

આ શાનદાર SUV કારો પર મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉન્ટ, મેળવો 5 લાખ રૂપિયા સુધીની છૂટ

ભારતમાં નવા BS6 ઈંધણ ઉત્સર્જન માનાંક 1 એપ્રિલ 2020 થી અમલમાં આવશે. જેને ધ્યાનમાં રાખીને, વિવિધ ઓટોમોબાઈલ કંપનીઓ તેમની લાઇન-અપમાં કારોને BS6 ના નવા માનાંકો મુજબ અપગ્રેડ કરવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, ઓટો કંપનીઓની ડીલરશીપની પાસે BS4 વાહનોનો સ્ટોક બાકી છે. BS6 માનાંક અમલમાં આવવાની 1 એપ્રિલની અંતિમ તારીખ પછી વેચાયા વગરની BS4 કારના ઢગલાને ટાળવા માટે, ઉત્પાદકોને વાહનોને ભારે છૂટ આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં, ઓટોમોબાઈલ કંપનીઓ ગ્રાહકોને તેમના BS4 વાહનોનો બાકીનો સ્ટોક વેચવા માટે જોરદાર છૂટ આપી રહી છે.

Hyundai Creta

Hyundai પોતાની સૌથી લોકપ્રિય કારોમાં જાણીતી ક્રેટા પર 1.50 લાખ રૂપિયાની છૂટ આપી રહી છે. Hyundaiએ Auto Expo 2020માં Cretaની સેકન્ડ જનરેશનને રજૂ કરી છે.

Renault Duster

Renault પોતાની લોકપ્રિય એસયુવી ડસ્ટરનું BS4 ડીઝલ એન્જીન બંધ કરવાની છે. કંપની પોતાની આ એસયુવી કારનાં BS4 ડીઝલ એન્જીન વેરિએન્ટ પર 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

Jeep Compass

Jeep પોતાની પ્રિમિયમ SUV Compassના BS4 મોડલની ખરીદી ઉપર 2 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. Jeeએ થોડા દિવસ પહેલાં આ SUVને BS6 એન્જીનની સાથે લોન્ચ કરી છે. જીપ કંપાસ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાંસમિશનની સાથે આવે છે.

Mahindra Alturus G4

Mahindra પોતાની SUV Alturus G4 પર 2.9 લાખ રૂપિયાનો ફાયદો આપી રહી છે. તેમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

Honda CR-V

Honda પોતાની દમદાર SUV કારનાં BS4 મોડલ પર 5 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને એન્જીન વિકલ્પોની સાથે ઉપલબ્ધ છે. ભારતીય માર્કેટમાં હોંડા સીઆર-વીની પાંચમી પેઢીનું મોડલ ઉપલબ્ધ છે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!