GSTV
Home » News » વરસાદની સીઝનમાં કાર ના થઈ જાય બે-કાર, તે માટે રાખો આટલું ધ્યાન

વરસાદની સીઝનમાં કાર ના થઈ જાય બે-કાર, તે માટે રાખો આટલું ધ્યાન

મોનસૂને ધીમી ધારે વરસવાનું શરૂ કરું દીધું છે, અને ધીમેધીમે આગળ વધી રહ્યો છે. આ મોસમ તમારી કાર માટે સારી નથી. વરસાદની સીઝનમાં તમારી સાથે ગાડીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. નહીંતર ગાડી રસ્તામાં ગમે ત્યારે અટકી શકે છે. માટે વરસાદની સીઝનમાં કારનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

સૌ પહેલાં તમારી કારનું સર્વિસિંગ કરાવો જેથી વરસાદમાં તમારી કાર અટક્યા વગર ફટાફટ ચાલી શકે. કાર બંધ થવાની વધુ સમસ્યા વરસાદમાં જ થાય છે. કારના ટાયરો, વાઈપર અને બ્રેક શૂનું ધ્યાન રાખો. વરસાદમાં રસ્તા ઘણી વાર લપસણા થઈ જતાં હોય છે. જો તમારી ગાડીના ટાયરો ઘસાઈ ગયા હોય તો તેને તરત જ બદલાવી લો. વાઈપર પણ બદલાવા જરૂરી છે. વરસાદ શરૂ થતાં જ કારની બેટરીની સ્થિતિ અને તેની ગ્રેવિટી તપાસી લો.

બેટરીની સ્થિતિ સારી ન હોય અને વરસાદમાં ફસાઈ જાવ ત્યારે કારને આગળ લઈ જવા માટે સમસ્યા ઊભી થાય છે. વરસાદમાં બેટરીના ટર્મિનલોની ઉપર સફેદ ડીકમ્પોઝિંગ મટીરિયલ દેખાય છે. તેનાથી સ્ટાર્ટિંગની સમસ્યા થાય છે. કોઈપણ કારણે બેટરીમાં સ્ટાર્ટિંગની સમસ્યા થાય તો તેને બદલાવી લો અથવા મિકેનિકને બતાવો.

વરસાદમાં ક્વચને બરાબર રાખો, ગાડીનો ક્લચ સારી રીતે કામ કરી શકતો હોય તો, પાણી અથવા કીચડમાં ફસાઈ જાય તો ગિયર્સ ગાડીને પૂરા પાવર સાથે સરળતાથી બહાર નીકળી શકે છે. ટાયર પછી બ્રેકનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પાણીના કારણે કારની બ્રેક થોડી કમજોર થઈ જાય છે અને તેવામાં તમારે તેનું ધ્યાન રાખવું જોઈએ. ઓવર સ્પીડનું ધ્યાન રાખો અને જરૂર પડવા પર બ્રેક પેડને ચેન્જ કરો. વરસાદના દિવસોમાં કારને સાફ કરતાં રહો.

રસ્ટિંગથી બચવા માટે જરૂરી ઉપાય કરો. કારમાં લાગેલા મડ ફ્લેપને સાફ કરો. કારમાં લાગેલા સીટ કવરને સાફ કરતા રહો. ડ્રાઈવ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે રસ્તાની વચ્ચે કાર ચલાવવી. બને તો હાઈવે પર સાઈડમાં ન ચલાવો.

Read Also

Related posts

કેનાલોમાંથી પાણીની ચોરી કરી રહેલા માફિયાઓની હવે ખેર નહી, સરકારે ગૃહમાં પસાર કર્યો આ ઠરાવ

Path Shah

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા ઇન્કમટેક્સ બ્રિજમાં એએમસીનો રેઢિયાળ વહીવટ સામે આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!