GSTV

કંઈ બેંક તમને આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો કેટલી ઓછી EMI પર મળશે મનપસંદ કાર

કોરોનાકાળનાં સમયમાં જ્યાં લોકોની આવકમાં બ્રેક વાગ્યો છે. તો બીજી તરફ ઓટો કંપનીઓ તરફથી કિંમતતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છેકે, બેંકોની તરફથી લોનનાં વ્યાજદરોમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ઓટો લોન રેપોરેટ સાથે જોડાયેલી હોય છે. એવામાં રેપો રેટમાં ઘટાડો થાય તો કાર લોનના દરોમાં પણ ઘટાડો જોવા મળે છે. આમ તો ઘણી બેંકોમાં લોન ફિક્સ્ડ હોય છે. તો કોઈ બેંકોમાં તે ફ્લોટ પણ કરે છે. તમે બેંક સાથે વાત કરીને તેમાં ઘટાડો કરાવી શકો છો. તો લોનના ટેન્યોર કોઈ બેંકમાં 8 વર્ષ તો કોઈમાં 5 વર્ષનો હોય છે. કોઈ પણ બેંકમાં તમને લોનની રકમ એકસ શોરૂમ પ્રાઈસની 100 ટકા મળે છે તો કોઈમાં ઓન રોડ કિંમતની 85 ટકા જેટલી મળે છે. તો ચાલો જાણીએ કંઈ બેંક કેટલું વ્યાજદર પર કેટલા વર્ષ માટે દરમહિને એક લાખ પર કેટલું EMI વસૂલ કરે છે.

કંઈ બેંકમાં કેટલી સસ્તી કાર લોન

બેંકવ્યાજદક (ટકામાં)એક લાખ પક કેટલું EMI (રૂપિયામાં)લોન ટેન્યોરમહત્તમ લોન અમાઉન્ટ
HDFC બેંક9.25 ફિક્સ્ડ1,6227 વર્ષએક્સશોરૂમ પ્રાઈસની 100%
SBI બેંક8 ફ્લોટિંગ1,5597 વર્ષઓન રોડ પ્રાઈસની 85 ટકા
ICICI બેંક9.30 ફિક્સ્ડ1,6247 વર્ષએક્સશોરૂમ પ્રાઈસની 100%
એક્સિસ બેંક9.25 ફિક્સ્ડ1,4788 વર્ષએક્સશોરૂમ પ્રાઈસની 90%
ઈન્ડસઈંડ બેંક10.65 ફિક્સ્ડ2,1575 વર્ષએક્સશોરૂમ પ્રાઈસની 85%
કોટક બેંક11.50 ફિકસ્ડ2,1995 વર્ષએક્સશોરૂમ પ્રાઈસની 90%
PNB બેંક8.75 ફ્લોટિંગ1,5967 વર્ષઓન રોડ પ્રાઈસની 85 ટકા
UBI બેંક8.60 ફ્લોટિંગ1,5897 વર્ષઓન રોડ પ્રાઈસની 85 ટકા
સેન્ટ્રલ બેંક9 ફ્લોટિંગ1,6097 વર્ષઓન રોડ પ્રાઈસની 90 ટકા
આંધ્ર બેંક9.40 ફિક્સ્ડ1,6297 વર્ષઓન રોડ પ્રાઈસની 85 ટકા
IDBI બેંક9.30 ફિક્સ્ડ1,6247 વર્ષએક્સ શોરૂમ પ્રાઈસની 90 ટકા
ફેડરલ બેંક9.15 ફિક્સ્ડ1,6177 વર્ષએક્સ શોરૂમ પ્રાઈસની 90 ટકા
BOI બેંક9.50 ફ્લોટિંગ1,6347 વર્ષઓન રોડ પ્રાઈસની 85 ટકા
બેંક ઓફ મહારાષ્ટ્ર9.25 ફ્લોટિંગ1,6227 વર્ષઓન રોડ પ્રાઈસની 85 ટકા
કોર્પોરેશન બેંક9.55 ફ્લોટિંગ1,6377 વર્ષએક્સ શોરૂમ પ્રાઈસની 85 ટકા
ઈન્ડિયન બેંક9.65 ફ્લોટિંગ1,6427 વર્ષઓન રોડ પ્રાઈસની 85 ટકા
OBC બેંક9.05 ફ્લોટિંગ1,6117 વર્ષઓન રોડ પ્રાઈસની 85 ટકા
બેંક ઓફ બરોડા8.90 ફ્લોટિંગ1,6047 વર્ષઓન રોડ પ્રાઈસની 85 ટકા
યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા9.10 ફ્લોટિંગ1,6147 વર્ષઓન રોડ પ્રાઈસની 85 ટકા

ક્યાં લોકોને મળી શકે છે કાર લોન

  • બેંક તરફથી કાર લોન માટે ઘણા ક્રાઈટેરિયા બનાવવામાં આવ્યા છે.
  • ઘણી બેંકો મિનિમમ 18 અને મહત્તમ 65 વર્ષનાં લોકોને કાર લોન ઓફર કરે છે.
  • કેટલીક બેંકો તો 23 વર્ષથી ઓછી ઉંમરનાં લોકોને કાર લોન આપતી નથી
  • કાર લોન 50 લાખ રૂપિયા સુધી થઈ શકે છે, તો કોઈ બેંક એક કરોડ રૂપિયા સુધીની કાર લોન આપે છે.
  • કાર લોન સામાન્ય રીતે બેંક એવા લોકોને આપે છે જેમની માસિક આવક લઘુત્તમ 18000 રૂપિયા કે તેથી વધારે હોય છે.
  • જો તમે સેલેરાઈઝડ છો તો તમારે એક વર્ષનો વર્ક એક્સપિરિયંસ દેખાડવો પડશે.
  • સેલ્ફ એમ્પોલોયડ હોવા પર તમારે બિઝનેસ 5 વર્ષ જૂનો હોવાનું દેખાડવું પડશે. અને સાથે બ વર્ષનો ITR પણ આપવો પડશે.
  • તમારો સિબિલ સ્કોર મિનિમમ 700 હોવો જ જોઈએ, જો એવું નહી હોય તો તમારી કાર લોન રિજેક્ટ થઈ શકે છે.

કાર લોન લેતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

  • કાર લોન લેતી વખતે ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.
  • તમારે દરેક બેંકોની કાર લોન પર નજર રાખતા એ જોવું પડશે કે, બેસ્ટ ઓફર અને ડિસ્કાઉન્ટ ક્યાં મળી રહ્યુ છે.
  • દરેક બેંકોની કાર લોનના વ્યાજદરોને કંપેર કરો, જે તમારા મુજબ હોય તેને પસંદ કરો
  • તમારે એ વાતનું ધ્યાન રાખવાની ઘણી જરૂર છેતે, તમારે કેવા પ્રકારની કાર લોનની જરૂર છે.
  • તમે જરૂર કરતાં વધારે કાર લોનની રકમ માટે અપ્લાય ન કરો
  • વધુમાં વધુ બેંકોમાં લોન માટે અપ્લાય ન કરો.
  • ડીલર ઉપર બિલકુલ પણ વિશ્વાસ ન કરો,બીજા ઓપ્શનને પણ ઈવેલ્યૂએટ કરો.

READ ALSO

Related posts

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

Nilesh Jethva

દિલ્હીમાં 5000થી વધુ કોરોના કેસ નોંધાતા સરકારે બદલ્યો ટેસ્ટિંગ માટેનો એક્શન પ્લાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!