GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

કાર ખરીદવી બનશે વધુ સરળ, આજથી બદલાઇ રહ્યાં છે વીમાના આ નિયમો

કાર

ભારતીય વીમા વિનિયામક વિકાસ પ્રાધિકરણ (IRDAI) ‘મોટર થર્ડ પાર્ટી’ અને ‘ઓન ડેમેજ ઇન્શ્યોરન્સ’ એક ઓગસ્ટથી ઇન્શ્યોરન્સ સાથે સંબંધિત નિયમમાં બદલાવ કરવા જઇ રહી છે. IRDAIના નિર્દેશો અનુસાર નવા નિયમ લાગુ થયા બાદ નવી કાર ખરીદનારાઓને 3 અને 5 વર્ષનું કવર લેવુ ફરજિયાત નહી હોય. IRDAIએ આ વાહનો પરથી પેકેજ કવરને પરત લેવાનો નિર્ણય લીધો છે.

સસ્તા થશે વાહન

ઇન્શ્યોરન્સ પોલીસીમાં બદલાવની સીધી અસર ગાડીઓના ભાવ પર પડશે. નવા નિયમો લાગુ થયા બાદ હવે વાહન ખરીદવા પહેલા કરતાં સસ્તા થઇ જશે. IRDAIનું કહેવુ છે કે લોન્ગ ટર્મ પેકેજ પોલીસીના કારણે નવી ગાડી ખરીદવી લોકો માટે મોંઘી સાબિત થાય છે.

IRDAIએ કર્યુ હતુ ફરજિયાત

જણાવી દઇએ કે IRDAIએ ઓગસ્ટ 2018 થી, IRDAIએ કારની ખરીદી પર ત્રણ વર્ષની મોટર વીમા પોલિસી ફરજિયાત બનાવી દીધી હતી. IRDAIએ સપ્ટેમ્બરમાં ટૂ-વ્હીલર્સ પર પાંચ વર્ષની મોટર વીમા પોલિસી પણ ફરજિયાત બનાવી હતી. આ પછી, જૂન 2020 માં લોન્ગ ટર્મ પેકેજની સમીક્ષા કરવામાં આવી, જેના પછી હવે નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

શું છે થર્ડ પાર્ટી કવર અને ઓન ડેમેજ કવર

અકસ્માત સમયે, મોટર વીમા પોલિસી મુખ્યત્વે બે પ્રકારના કવર આપે છે, પ્રથમ થર્ડ પાર્ટી કવર અને બીજો ઓન ડેમેજ કવર. મોટર વાહન અધિનિયમ હેઠળ, બધા વાહન માલિકોએ થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી છે. પ્રથમ પક્ષ કારનો માલિક છે. બીજો પક્ષ તે છે જે કાર ચલાવતો હોય છે. ત્રીજો પક્ષ જે અકસ્માત દરમિયાન પીડિત છે.

ઓન ડેમેજમાં અકસ્માત દરમિયાન થર્ડ પાર્ટીના કવર સાથે વીમા કરાયેલ વાહન પણ આવરી લેવામાં આવે છે, એટલે કે, અકસ્માત દરમિયાન સામે વાળાના વળતરનો ખર્ચ અને ગાડીને થયેલા નુકસાનની ચુકવણી ઓન ડેમેજ કવરમાં થાય છે.

Read Also

Related posts

આઇપીએલ 2020માં ત્રણ ભારતીય સ્પિનરોમાં છે હરિફાઈ, કોણ તોડશે મલિંગાનો આ રેકોર્ડ

Karan

કોરોનાકાળમાં માસ્ક અને ગ્લવ્ઝને કચરામાં કેવી રીતે ફેંકીએ ? આ છે કેન્દ્રીય પ્રદુષણ બોર્ડની ગાઈડલાઈન

Ankita Trada

10 ઓગષ્ટ સુધીમાં બજારમાં આવી જશે કોરોનાની વેક્સિન, આ દેશે કર્યો સફળતાનો દાવો

Karan
Do NOT follow this link or you will be banned from the site!