કાર ચલાવવી કોઇ મુશ્કેલ કામ નથી પરંતુ ઘણીવાર જે લોકો કાર ચલાવવાનું શીખી રહ્યાં હોય છે. તેમને આ કામ ઘણુ મુશ્કેલ લાગે છે. કાર ચલાવતી વખતે ક્લચની મહત્વનો રોલ હોય છે અને તેના વિશે તે દરેક વ્યક્તિએ જાણવુ જરૂરી છે જે પહેલીવાર કાર ચલાવી રહ્યા છે. આજે અમે તમને ક્લચની પાંચ જરૂરી ટિપ્સ જણાવી રહ્યાં છીએ. જેમાં તમે તે જાણી શકો છો કે ગાડી ચલાવતી વખતે ક્લચને કેવી રીતે કંટ્રોલ અને યુઝ કરી શકાય છે.
કારને આગળ વધારતી વખતે ક્લચને આ રીતે કરો કંટ્રોલ
જ્યારે પણ આપણે ગાડી ચલાવીએ છીએ તો મોટાભાગે ગાડી બંધ થઇ જાય છે અથવા તો ઝટકા સાથે આગળ વધે છે. હંમેશા ગાડીને પહેલી ગેરમાં આગળ વધારતી વખતે ક્લચને પૂરી પ્રેસ કરો અને ધીરે ધીરે છોડો. ક્લચ કંટ્રોલનો પહેલો સ્ટેજ આ જ છે.

ક્યાં ક્યાં કામ આવે છે ક્લચ
જ્યારે તમે ગિયર નાંખો છો તો તમારે ક્લચ પ્રેસ કરવાનો છે. ધ્યાન રહે કે હંમેશા ક્લચને પૂરી પ્રેસ કરો. જો તમે ક્લચને અડધી પ્રેસ કરશો તો આ ક્લચ પ્લેટ્સ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
ટ્રાફિકમાં ક્લચને આ રીતે કરો યુઝ
ટ્રાફિક દરમિયાન ક્લચને ખૂબ જ સાવચેતીથી યુઝ કરવામાં આવે છે કારણ કે ટ્રાફિકમાં ગાડીને વારંવાર રોકવી પડે છે તેથી તેનો ઉપયોગ સાવચેતીથી કરવો પડે છે. જ્યારે પણ ગાડી ટ્રાફિકમાં હોય તો ક્લચને હળવેથી પ્રેસ કરીને રાખો. જો તમે ક્લચને પૂરી છોડી દેશો તો ગાડી બંધ થઇ જશે.

ટ્રાફિકમાં ક્લચ યુઝ કર્યા વિના કેવી રીતે ચલાવશો કાર
જ્યારે તમારી કાર ટ્રાફિકમાં સતત ચાલી રહી છે તો તમે ક્લચ યુઝ કર્યા વિના પણ કાર ચલાવી શકો છો, કારણ કે આવા સમયમાં ગાડી એક મિનિમમ સ્પીડ પર ચાલે છે. આ સમયે તમને એક્સીલેટર અને ક્લચની જરૂર નહી પડે.
કોઇ કારણ વિના પ્રેસ ન કરો ક્લચ
સૌથી જરૂરી વાત એ છે કે જો તમને જરૂરિયાત ન હોય તો બિનજરૂરી ક્લચનો ઉપયોગ ન કરો. વધુ સ્પીડમાં ગાડી ચલાવવાથી પણ બચો. તેનાથી તમારે વારંવાર બ્રેક લગાવવાની જરૂર નહી પડે અને ક્લચ પ્રેસ કરીને ગિયર બદલવાની પણ જરૂર નહી પડે.
Read Also
- બજેટ 2021-22/PM મોદીના વતન વડનગર માટે નાણામંત્રીની મોટી જાહેરાત, આટલા કરોડના ખર્ચે બનશે એથ્લેટીક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ
- ગતિશીલ ગુજરાતમાં ગુનાખોરી ‘પ્રગતિના પંથે’, વિધાનસભામાં જાહેર કરાયા ચોંકાવનારા આંકડા
- સુપ્રીમનો સૌથી મોટો ચુકાદો : મોદી સરકારથી જુદા વિચારો હોય એ દેશદ્રોહી ના ગણાય, ફારૂક અબ્દુલ્લાહને આપી દીધી મોટી રાહત
- રાજયમાં પ્રવાસન અને આરોગ્ય વિભાગને અપાયું પ્રાદ્યાન્ય, મોદીના આ પાયલટ પ્રોજેક્ટ માટે આટલા કરોડ ફાળવાયા
- લ્હાણી/ ગુજરાતના વિદ્યાર્થીઓ પર મહેરબાન રૂપાણી સરકાર, ફ્રીમાં આપશે ટેબલેટ અને આ સુવિધાઓ