GSTV

ધનતેરસ ઓટો સેક્ટરને ફળી : દેશમાં 15 હજાર કારોનું થયું વેચાણ, આ એસયુવી સૌથી વધુ વેચાઈ

ઓટો સેક્ટરમાં મંદીના ઘેરા વાદળો વચ્ચે ધનતેરસના તહેવાર પર હ્યુન્ડાઈ મોટર્સ, કિયા મોટર્સ અને એમજી મોટર્સ જેવી કાર કંપનીઓએ લગભગ 15 હજાર વાહોનોની ડિલીવરી આપી છે. હિન્દુ માન્યતાઓ અનુસાર, ધનતેરસનો દિવસ શુભ મનાય છે અને મોટી સંખ્યામાં ગ્રાહકો આ દિવસે વાહનની ડિલિવરી લેવા માંગે છે. દેશની બીજી સૌથી મોટી કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયાએ કહ્યું કે, તેણે શુક્રવારે 12,500 કારોની ડિલિવરી કરી છે.

હ્યુન્ડાઈ મોટર્સ

હ્યુન્ડાઈ મોટર્સ ગ્રુપની કંપની કિયા મોટર્સે હાલમાં જ લોન્ચ કરેલ એસયૂવી સેલ્ટોસની 2,184 યૂનિટ્સની ડિલિવરી કરી છે. એમજી મોટર્સ તરફથે કહેવામાં આવ્યું છે કે, તેણે 700 હેક્ટરની ડિલિવરી કરી છે. તેમાંથી 200 કારોની ડિલિવરી દિલ્હી-એનસીઆરમાં માત્ર એક સ્થળેથી કરવામાં આવી છે.

મારૂતિ સુઝુકી ઈન્ડિયા

દેશની ટોચની કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયાએ જણાવ્યું કે, ધનતેરસના દિવસે તેનું વેચાણ સારુ રહ્યું. જો કે, કંપનીએ વેચાણના આંકડા હજી જાહેર નથી કર્યા.

મર્સિડિસ બેન્જ

ત્યારે ધનતેરસના અવસર પર મર્સિડિસ બેન્જની ડિલિવરી માત્ર દિલ્હી એનસીઆરમાં જ 250 કારોની રહી. ઉલ્લેખનીય છે કે, દશેરાના અવસર પર મુંબઈ, દિલ્હી, ગુજરાત અને દેશના અન્ય શહેરોમાં એક દિવસમાં 200 મર્સિડીસની ડિલિવરી કરવામાં આવી હતી. એકલા મુંબઈમાં જ 125 અને ગુજરાતમાં 74 કારોની ડિલિવરી કરી હતી.

Read Also

Related posts

લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં પકડાયા તો 2 વર્ષની જેલની સજાની છે જોગવાઈ

Nilesh Jethva

Corona નો કહેર, દેશની આ એરલાઈન્સે પોતાના 200 કર્મચારીઓના કોન્ટ્રેક્ટ કર્યા સસપેન્ડ

Ankita Trada

ઈઝરાયલના વડાપ્રધાનના નજીકના આ મંત્રી અને તેમના પત્ની થયા કોરોના સંક્રમિત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!