GSTV

ટ્રિક/ કારની બેટરી વારંવાર થઇ જાય છે ડિસ્ચાર્જ? આ ટિપ્સ અપનાવશો તો વધી જશે લાઇફ

બેટરી

Last Updated on June 24, 2021 by Bansari

કારમાં બેટરીનું પોતાનું મહત્વ છે. વાહનમાં બેટરી બરાબર કામ કરતી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેવુ ઘણીવાર જોવા મળે છે કે એકવાર બેટરી ઇન્સ્ટોલ થઈ ગયા પછી, લોકો તેની કાળજી લેવાનું ભૂલી જાય છે. કારની બેટરી સાથે મોટાભાગે ડિસ્ચાર્જની સમસ્યા શરૂ થાય છે. એટલા માટે આજે અમે તમને કારની બેટરીની સંભાળ કેવી રીતે રાખવી તે વિશે જણાવીશું.

બેટરી ટર્મિનલ પર ક્યારેય ગ્રીસ ના લગાવો

વાહનની સર્વિસિંગ કરાવતી વખતે, મિકેનિક બેટરીના ટર્મિનલમાં ગ્રીસ લગાવી દે છે, પરંતુ નિષ્ણાતોએ આવું કરવાનો ઇનકાર કર્યો છે. ટર્મિનલમાં ગ્રીસનો ઉપયોગ કરવો બેટરીને નુકસાન પહોંચાડે છે. તેથી, ગ્રીસને બદલે, તમે પેટ્રોલિયમ જેલી અથવા રોજિંદા-ઉપયોગની વેસેલિનનો ઉપયોગ કરી શકો છો.

બેટરી

ટર્મિનલ ચેક કરવુ જરૂરી

બેટરી એક્સપર્ટના મતે, મહિનામાં બે વાર બેટરી તપાસવી ફરજિયાત છે. કેટલીકવાર કારની બેટરીના કનેક્શન પર એસિડ અથવા ગંદકી જમા થઇ થાય છે, જેના કારણે તે સારી રીતે ચાર્જ પણ થઇ શકતી નથી. તેથી તેને ચેક કરો અને સાફ કરો.

દર 3 વર્ષે બેટરી બદલવી જરૂરી

કોઈપણ બેટરીની લાઇફ 3-4 વર્ષ છે. જોકે કેટલીક કંપનીઓ બેટરી પર 5 વર્ષની વોરંટી આપે છે, પરંતુ બેટરી 3-4 વર્ષમાં જ બગડવાની શરૂઆત થઇ જાય છે. તમારે પણ આ વાત ધ્યાનમાં રાખવી પડશે.

ઓવરહિટીંગને કારણે બેટરી ખરાબ થાય છે

જો તમારી કાર ડ્રાઇવિંગ વખતે હીટ ​​થાય છે, તો પછી યાદ રાખો કે તે કારની બેટરીને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં, કારની બેટરીનું પાણી ઝડપથી સૂકાઈ જાય છે. આને કારણે, બેટરી ઝડપથી ઓક્સિડાઇઝ થઈ જાય છે. તેથી, સમય સમય પર એન્જિનની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બેટરી

કાર ચાલતી રહે તો બેટરી બરાબર રહે છે

જો કાર લાંબા સમય સુધી ચલાવવામાં નહીં આવે, તો તે ખરાબ થાય છે. એટલા માટે તે બેટરીની હેલ્થ માટે મહત્વપૂર્ણ છે કે તમે તમારી કાર ચલાવતા રહો. જો તમે દરરોજ કાર ચલાવતા નથી, તો પછી અલ્ટરનેટ ડેઝમાં ટૂંકા અંતર માટે કાર લઇને જાઓ.

ઉનાળામાં બેટરી જલ્દી ખરાબ થાય છે

તમને જાણીને આશ્ચર્ય થશે કે ઉનાળાની ઋતુમાં બેટરી વધુ ખરાબ થાય છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ઉનાળામાં બેટરી ઝડપથી ગરમ થાય છે અને વધારે ચાર્જ થઈ જાય છે, જેના કારણે બેટરી ઝડપથી બગડવાનું શરૂ કરે છે.

બેટરીની ખરાબ હેલ્થની આ રીતે કરો ઓળખ

જો ડ્રાઇવિંગ કરતી વખતે હોર્ન બરાબર વગાડતો નથી અથવા જો રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે હેડલાઇટ વધુ કે ઓછી ચાલી રહી છે, તો તે સમજવું જોઈએ કે બેટરીની હેલ્થ સારી નથી. આ સિવાય જો બેટરીના ટર્મિનલની આજુબાજુમાં સફેદ નિશાનો જોવા મળે છે, તો તે ખરાબ બેટરીની નિશાની છે.

લાઇટ ચાલુ રાખવી

કારની બેટરી ડિસ્ચાર્જ થઈ અથવા ડેડ થઈ જવાનું સૌથી મોટું અને પ્રથમ કારણ છે કે કારની લાઈટ ચાલુ રાખવી. ઘણી વાર, કાર પાર્ક કરતી વખતે, ભૂલથી તેની લાઇટ ઓન રહી જાય છે અને લોકો તેની નોંધ લેતા નથી.

Read Also

Related posts

શું છે Deepfake ? કેમ આ ફેક ન્યુઝ કરતા પણ છે 100 ગણી ખતરનાક? લોકશાહી માટે બની શકે છે મોટો ખતરો

Pritesh Mehta

વાયરલ વિડીયો / વ્યક્તિની પાછળ પડયું શાહમૃગ, જનતાએ કહ્યું – જો આનાથી બચવું હોય તો ભાગો…

Vishvesh Dave

ઈન્ટરનેટ/ મોબાઈલનો ઉપયોગ કરવામાં બ્રાઝિલ નંબર વન, જાણો કયા દેશના લોકો મોબાઈલ પર કરે છે સૌથી વધારે સમય પસાર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!