GSTV

વિમેન્સ આઇપીએલમાં રમવા માટે ભારતની મહિલા ક્રિકેટર દુબઈ પહોંચી

યુનાઇટેડ આરબ અમિરાતમાં હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ દરમિયાન જ એટલે કે દસમી નવેમ્બરે ફાઇનલ રમાય તે અગાઉ વિમેન્સ માટે ટી20 ચેલેન્જ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાનારી છે. આ માટે ભારતમાંથી મોખરાની 30 મહિલા ક્રિકેટર ગુરુવારે દુબઈ પહોંચી ગઈ હતી. વિમેન્સ ચેલેન્જ ટુર્નામેન્ટ ચોથીથી નવમી નવેમ્બર દરમિયાન શારજાહ ખાતે યોજાશે.

મુંબઈમાં થયા હતા કોરોન્ટાઇન

ભારતની અનુભવી ખેલાડીઓ હરમનપ્રિત કૌર અને સ્મૃતિ મંધાના તથા જેમિમાહ રોડ્રિગ્સે દુબઈ માટે રવાના થતાં અગાઉ મુંબઈમાં નવ દિવસ કોરોન્ટાઇનમાં ગાળ્યા હતા અને દુબઈ જતાં અગાઉ તેમનો કોરોના માટેનો આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

દુબઈમાં પણ રહેશે કોરોન્ટાઇન

મેન્સ ક્રિકેટર્સની માફક વિમેન્સ ક્રિકેટર્સ પણ દુબઈમાં છ દિવસના કોરોન્ટાઇનમાં રહેશે અને ત્યાર બાદ તેઓ બાયો-બબલમાં પ્રવેશશે.  બાયો સિક્યોર વાતાવરણમાં પ્રવેશતા અગાઉ ત્યાં તેમનો પ્રથમ, ત્રીજા અને પાંચમા દિવસે ટેસ્ટ કરવામાં આવશે.

ત્રણ ટીમો વચ્ચે રમાશે મહિલા આઇપીએલ

આઇપીએલના સત્તાવાર ટવિટર હેન્ડ પર મહિલા ક્રિકેટર્સને આવકારતો વેલકમ મેસેજ મૂકવામાં આવ્યો હતો. વિમેન્સ ચેલેન્જમાં ત્રણ ટીમ ભાગ લેશે અને તે ત્રણ ટીમની આગેવાની મિતાલી રાજ, હરમનપ્રિત કૌર અને સ્મૃતિ મંધાના લેનારી છે. આ ટુર્નામેન્ટમાં ડેન્ડ્રા ડોટ્ટિન, સોફી એકેલસ્ટોન, ડેનિયલ વેઇટ, ચમારી અટપટ્ટુ જેવી વિદેશી ખેલાડી પણ રમવાની છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

CORONA : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1540 કેસ સાથે 13 લોકોના મોત, એક્ટિવ કેસનો આંક 15 હજાર નજીક

Nilesh Jethva

કોરોના વેક્સીન પર માફિયાઓની મેલી નજર, કાળાબજારી કરી થઇ શકે છે ઝીંદગી સાથે રમત

pratik shah

સરકારી ભોજન પર નિર્ભર ન રહ્યા ખેડૂતો/ મોદી સરકારની ભોજન ડિપ્લોમસી ફગાવી, ખેડૂતોએ બતાવી આત્મનિર્ભરતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!