GSTV

કેપ્ટન VS સિદ્ધુની લડાઈ : 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક કે પછી સત્તાની સાઠમારી?

Last Updated on September 18, 2021 by Pritesh Mehta

શાંત ગણાતા પંજાબમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી સત્તાની ભારે ખેંચતાણ ચાલે છે. એમાંય કેપ્ટન અમરિન્દરસિંહ અને પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે સ્પષ્ટ કોલ્ડ વોર ચાલી રહ્યું છે. સિદ્ધુ અને કેપ્ટન એકબીજાને બિલકુલ પસંદ નથી કરતા. સિદ્ધુ પંજાબના પ્રમુખ ન બને એ માટે કેપ્ટને ત્યારે જ ભારે ધમપછાડા કર્યા હતા. તો વળી અગાઉ સિદ્ધુએ પણ કેપ્ટનને મુખ્યમંત્રી પદ પરથી ઉતારવા માટે જોર લગાવ્યુ હતુ. ત્યારે તો સિદ્ધુનું જોર કામે લાગ્યુ ન હતું, પરંતુ હવે એમનું ધાર્યું થયું હોય એમ લાગે છે. 2022માં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે.

પંજાબ કોંગ્રેસ

એટલે જ્યારે સિદ્ધુએ કોંગ્રેસ પ્રમુખ તરીકે કમાન સંભાળી ત્યારે પણ અમરિન્દરસિંહ હાજર રહેશે કે કેમ એ ચર્ચા આરંભાઈ હતી. પરંતુ અમરિન્દર હાજર રહ્યા હતા. એટલે એમ માની લેવાયુ હતુ કે સિદ્ધુ-અમરિન્દર પંજાબના હિતમાં સંપીને કામ કરવા તૈયાર થયા છે. પરંતુ હવે એ માન્યતા ખોટી પડી છે.

સિદ્ધુ

પંજાબ કોંગ્રેસના પ્રમુખ બન્યા પહેલા સિદ્ધુએ પંજાબ સરકારની કામગીરીની કેટલીક ટીકા પણ કરી હતી. જેને પગલે કેપ્ટન સમર્થકોએ સિદ્ધુ પાસેથી માફીની માગ કરી હતી. જોકે સિદ્ધુએ પોતાના આરોપો પાછા ખેંચ્યા ન હતા. એ સ્થિતિ વચ્ચે જ તેને પ્રમુખ બનાવાયા હતા. એટલે સ્વાભાવિક રીતે અમરિન્દરને એ નિર્ણય ગમ્યો ન હતો. પદ સંભાળતી વેળાએ સિદ્ધુ ક્રિકેટના મૂડમાં પણ હતા અને સ્ટેજ પરથી જ છગ્ગો મારતા અંદાજમાં રમૂજ કરી હતી. 

એવી અટકળો છે કે સિદ્ધુને પંજાબના પ્રમુખનું પદ સોપીને કેપ્ટન સાથેના તેમના વિવાદ પર હવે વિરામ મુકી દેવામાં આવ્યો છે. સિદ્ધુએ પ્રમુખનું પદ સંભાળ્યા બાદ આપેલા પોતાના ભાષણમાં કહ્યું હતું કે હું કેપ્ટન અમરિંદરસિંહની સાથે મળીને કામ કરીશ.

હજુ 16મી સપ્ટેમ્બરે જ પંજાબમાં કેપ્ટન અમરિન્દરસિંહે નવજોત સિધ્ધુના પ્રહારોને રોકવા માટે પોતાના નજીકના મનાતા લાલસિંહના અધ્યક્ષસ્થાને સમિતી બનાવી હતી. આ સમિતી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં અપાયેલાં વચનોના અમલની કામગીરી કરવાની હતી. આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરાતી ફરિયાદોના નિકાલની દિશામાં પણ કામ સોંપાયુ હતુ. આ સમિતીમાં ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો, મુખ્યમંત્રીના પોલિટિકલ સેક્રેટરી કેપ્ચન સંદીપ સંધુ અને પત્રકાર મનદીપ બાજવાનો સમાવેશ કરાયો હતો. મનદીપ બાજવા ભૂતપૂર્વ લશ્કરી અધિકારી છે. આ સમિતીને મુખ્યમંત્રી નિવાસમાં સત્તાવાર ઓફિસ પણ ફાળવી દેવાઈ હતી. પરંતુ એ કામ કરે એ પહેલા જ વિખેરવી પડે એવી સ્થિતિ આવી પહોંચી છે.

ત્યારે કેપ્ટન જૂથ દ્વારા જાહેરમાં દાવો કરાયો હતો કે નવજોત સિધ્ધુ દ્વારા સરકારની કામગીરી તથા કોંગ્રેસે આપેલાં વચનોના પાલન અંગેના મુદ્દા વારંવાર ઉઠાવાય છે તેથી સિધ્ધુને ચૂપ કરવા આ સમિતી બનાવાઈ છે. જો કે અંદરખાને કેપ્ટન જૂથ સ્વીકારે છે કે, કોંગ્રેસ કાર્યકરો સિધ્ધુને બદલે કેપ્ટન પાસે આવે એ માટે આ નિર્ણય લેવાયો છે. કેપ્ટને કાર્યકરોની તકલીફોનો ઉકેલ લાવીને સંગઠન પર પોતાની પકડ મજબૂત કરવાનો દાવ ખેલ્યો હતો. પરંતુ તો પણ અત્યારે તો અમરિન્દરસિંહે રાજીનામુ આપવુ પડ્યું છે.

સિદ્ધુ અને કેપ્ટન વચ્ચે આવી લડત ચાલતી જ રહે છે. 2022માં પંજાબમાં ચૂંટણી આવી રહી છે. એ ચૂંટણી પહેલા કોંગ્રેસે આ નિર્ણય લીધો છે. એ માસ્ટર સ્ટ્રોક સાબિત થશે કે સત્તાની સાઠમારી બની રહેશે એ આવનારો સમય કહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!