દિગ્ગ્જ ભારતીય કિકેટર સચિન તેડુંલકર પછી હવે કેપ્ટન વિરાટ કોહલીના મીણના પૂતળાનું લોર્ડસના જાણીતા મેડમ તુસાદ મીણ સંગ્રહાલય ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. કેપ્ટન કોહલીના આ પૂતળાનું અનાવરણ વિશ્વકપ શરૂ થવાના એક દિવસ પહેલા જ બુધવારે કરવામાં આવ્યું હતું. કોહલીની આ પ્રતિમાને ભારતીય ટીમની સત્તાવાર જર્સીથી સજાવવામાં આવી છે જે જર્સી કોહલીએ જાતે જ ભેટ આપી છે.
કોહલી એવા બીજા ભારતીય કિકેટર છે જેના મીણના પૂતળાને મેડમ તૂષાદ મ્યુઝીયમમાં સ્થાન મળયું છે. આ અગાઉ સચિન તેડૂંલકરની પ્રતિમાને ર૦૦૯માં સ્થાન આપી અનાવરણ કરવામાં આવ્યું હતું. મેડમ તુષાદ મ્યુઝીયમના મહાપ્રબંધક સ્ટીવ ડેવીસ કહે છે આગામી અઠવાડિયામાં કિકેટ ફીવર ચાહકોમાં ચડવાનો છે તેવા સમયે વિરાટ કોહલીના પૂતળાથી બીજું શું વધારે સારૂ હોઇ શકે.
અમારા પાડોશી લોર્ડસ પર તેના પૂતળાનું અનાવરણ કરવામાં આવ્યું છે. અમને આશા છે કે કિકેટ ચાહકો પોતાના હીરોને ફકત કિકેટ મેદાન પર જ નહી પણ તુષાદ મ્યુઝિયમની પીચ પર પણ જોવાનું પસંદ કરશે. તમને એ જણાવીએ કે કોહલીના પૂતળાને સત્તાવાર રીતે ભારતીય કીટ પહેરાવવામાં આવી છે, જે કોહલીએ જાતે જ ભેટ આપી છે.કોહલીના પૂતળાને વિશ્વકપ ર૦૧૯ના અંત સુધી ઉસેન બોલ્ટ, સર મો ફરાહ અને મહાન બેટસમેન સચિન તેડૂંલકરના પૂતળા સાથે રાખવામાં આવશે.
લોર્ડસ કિકેટ ગ્રાઉન્ડ રીટેલ અને ટૂરના પ્રમુખ તારાહ કનિગહામેએ જણાવ્યું કે કિકેટ વિશ્વકપના દિવસે વિરાટ કોહલીના પૂતળાના અનાવરણ માટે લોર્ડસની આ જગ્યા અમને એકદમ યોગ્ય લાગી.કિકેટ વિશ્વકપનો કેઝ શરૂ થયો છે અને કેટલાય પ્રવાસીઓ મેદાન પર આવવા સાથે સાથે એમસીસી મ્યુઝીયમ આવવાનું પણ પસંદ કરશે. વિરાટના પૂતળાને જોવા માટે કિકેટચાહકો મેડમ તુષાદ મ્યુઝીયમ લંડન ખાતે આવવા ઇચ્છશે.
Read Also
- ફોટામાં જુઓ કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલાં ખેડૂતોની દિલ્હી કૂચ, ટ્રેક્ટર પરેડમાં ક્યાં કેવી થઈ ધમાલ
- લાલ કિલ્લા પર જ્યાં પીએમ લહેરાવે છે તિરંગો, ત્યાં ખેડૂતોએ લહેરાવ્યો પોતાનો ઝંડો
- શું તમારા PF ખાતામાં હજુ સુધી નથી આવ્યા પૈસા? તો આ નંબર પર કરો મિસ કોલ, તરત મળી જશે જાણકારી
- મહત્વનું/ સરકારી કર્મચારીની એપ્રિલમાં વધશે ગ્રેચ્યુટી અને પ્રોવિડન્ટ ફંડ, આ થશે ફાયદાઓ
- ખેડૂત આંદોલન/ દિલ્હીમાં પરિસ્થિતિ બગડી 1 ખેડૂતને ગોળી વાગતાં થયું મોત, ગુજરાતના છોટુ વસાવાએ ટ્ટવિટથી આપી માહિતી