GSTV
Home » News » કેપ્ટન વિરાટ કોહલી પૂર્વ દિગ્ગજ ભારતીય ક્રિકેટરનો રેકોર્ડ તોડવાની નજીક, જાણો તેની તમામ વિગતો

કેપ્ટન વિરાટ કોહલી પૂર્વ દિગ્ગજ ભારતીય ક્રિકેટરનો રેકોર્ડ તોડવાની નજીક, જાણો તેની તમામ વિગતો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મંગળવાર (14 જાન્યુઆરી) ના રોજ મુંબઇ વાનખેડે સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડે મેચમાં વધુ એક રેકોર્ડ તોડવા માટે તૈયાર છે. જો કોહલી આ મેચમાં વધુ એક કેચ પકડશે તો તે વનડેમાં ભારતનો સૌથી વધુ કેચ પકડનાર ફિલ્ડર બની જશે. અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને પણ પાછળ છોડી દેશે.

કોહલી અને દ્રવિડ હાલમાં 124–124 કેચ ધરાવે છે. દ્રવિડે 340 મેચોમાં જ્યારે કોહલીએ 242 મેચમાં આ કારનામો કર્યો છે. જ્યારે કોહલી પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડી શકે છે. અને આ રેકોર્ડની ખૂબ નજીક છે. જ્યારે અઝહરુદ્દીનની 334 મેચમાં 154 કેચ ઝડપ્યા છે. જ્યારે સચિન તેંડુલકરની 463 મેચમાં 140 કેચ ઝડપ્યા છે.

વિરાટ કોહલી ભારતમાં સૌથી વધુ વનડે આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરનાનાં નામે છે.તેમણે 20 સદી ફટકારી છે. જ્યારે આ રેકોર્ડની બરોબરી કરતા માત્ર કોહલી એક સદી દૂર છે. ત્યારે કોહલીની ભારતીય ધરતી પર 19 સદી ફટકારી છે

મંગળવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં કોહલીને સચીનની સદીની બરોબરી કરવાની તક મળશે. આ પહેલા શ્રીલંકા સામેની ટી -20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ભારતની 2-0થી જીત દરમિયાન કોહલી ત્રણેય ફોર્મેટમાં કપ્તાન તરીકે 11000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે.

READ ALSO

Related posts

દીપિકાએ આ ડાયરેક્ટરને લબડાવ્યા, પહેલાં ફિલ્મ કરવા તૈયાર થઇ અને હવે હાથ ઉંચા કરી લીધાં

Bansari

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!