મસૂદને ના પકડી શકતા હો તો અમને કહો, ઇમરાનને કોંગ્રેસના નેતાએ આપ્યો આ જવાબ

જમ્મુ કાશ્મીરના પુલાવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના પીએમ ઈમરાને ભારતને ખુલ્લી ધમકી આપી છે. ભારતની કાર્યવાહીથી ડરેલા ઈમરાન ખાને જણાવ્યુ કે, ભારત અમારા પર હુમલો કરશે તો અને પણ હુમલાનો વળતો પ્રહાર કરવા માટે તૈયાર રહીશું. અમે આતંકવાદ મુદે તમામ પ્રકારની તપાસ કરાવવા તૈયાર છીએ. અમને તમામ પુરાવા આપવામાં આવે.

આ અંગે પંજાબના સીએમ અમરિંદર સિંહે જબરો જવાબ આપ્યો છે. જેઓએ Tweet કરીને કહ્યું છે કે, આતંકવાદી મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે તેને પકડીને બતાવે. મુંબઈ હુમલાના તમને પુરાવા અગાઉ પણ અપાયા છે.

મુંબઈ હુમલાના પુરાવાઓનું શું થયું જે બોલો છે તે કરીને પણ દેખાડો

તમારી પાસે જૈશના ચીફ મસૂદ અઝહર બહાલપુરમાં છે. જે આઈએસઆઈની મદદથી ભારતમાં હુમલાઓ કરાવી રહ્યો છે. જાઓ અને તેને પકડી લાવો જો આ ન કરી શકતા હો તો અમને કહો અને પકડીને બતાવીશું. મુંબઈ હુમલાના પુરાવાઓનું શું થયું જે બોલો છે તે કરીને પણ દેખાડો. અમે હમેશા આતંકવાદ મુદે વાત કરવા માટે તૈયાર છીએ. આતંકવાદ મુદે અમારા પર ભારત દ્વારા ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. ભારતમાં ચૂંટણી આવી રહી છે એટલે આ પ્રકારના નિવેદન રાજકીય પાર્ટીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter