GSTV

હવે શું થશે તે અંગે કોંગ્રેસ દ્ધિધામાં: કેંન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે કરશે મુલાકાત અમરિંદર સિંહ, પંજાબની રાજનીતિમાં થશે કંઈક મોટુ?

Last Updated on September 28, 2021 by pratik shah

પંજાબમાં રાજકીયઉથલપાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદર સિંહ (Amarinder Singh) આજે 28 સપ્ટેમ્બરના રોજ દિલ્હી પહોંચી રહ્યા છે. અમરિંદર સિંહથી પહેલા તેમના વફાદાર પૂર્વ મંત્રી અને કોંગ્રેસી નેતા (Congress Leaders) દિલ્હીમાં એકત્રીત થઈ ચૂક્યા છે. આ સાથે રાજકારણમાં એવી અટકળો લગાવામાં આવી રહી છે. પંજાબના રાજકારણમાં કંઈક મોટું થશે.

શાહ-નડ્ડા સાથે થઈ શકે છે મુલાકાત

કેપ્ટન અમરીંદર સિંહ (Amarinder Singh) પોતાના દિલ્હી પ્રવાસ દરમ્યાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મહત્વની મુલાકાત કરી શકે છે. આને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે આજ મહિને નવજોત સિંહ સિદ્ધૂની સાથે ચાલી રહેલા વિવાદ પછી અમરીંદર સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસે આ પછી ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યમંત્રી બનાવ્યા હતા.

શું અલગ પાર્ટી બનાવશે?

મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યા પછી અમરિંદર સિંહે કહ્યું હતું કે અપમાનના કડવા ઘૂંટ પી રહ્યો છું. ત્યાર પછી તેમણે એ નિર્ણય પણ લીધો કે તેમણે નવજોત સિંહ સિદ્ધૂનો પણ ખુલીને વિરોધ કર્યો હતો.

અને કહ્યું હતું કે સિદ્ધૂને સીએમ નહીં બનવા દઈએ. અમરિંદર સિંહે જણાવ્યું કે તેઓ સિદ્ઘબ વિરુદ્ધ મજબૂત ઉમેદવાર ઉતારીશું. આ કારણે તેવું પણ માનવામાં આવી રહ્યું હતું કે તેઓ પંજબામાં પોતાની અલગ પાર્ટી બનાવશે.

READ ALSO

Related posts

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!