GSTV

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Last Updated on December 7, 2021 by GSTV Web Desk

આખરે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે હાથ મિલાવી દીધા. અમરિંદર સિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાના એક હતા. કોંગ્રેસમાં જૂથવાદ અને નારજગીથી તેમણે પક્ષ છોડી અલગ પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસની રચના કરી. અને આવી રહેલી વિધાનસભાની ચૂંટણી ભાજપ સાથે રહીને લડશે. જેને કારણે અન્ય રાજકીય પક્ષોના ખેલ બગડે તેવા સમીકરણો રચાયા છે.

હાલ પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરિંદરસિંહ પંજાબની ગાદીએ બેસતા હતા. પરંતુ પક્ષમાં આંતરિક જૂથવાદ એટલી હદે વકર્યો હતો કે અમરિંદરસિંહે મુખ્યમંત્રી પદ પણ છોડ્યું અને કોંગ્રેસનો પંજો પણ છોડી દીધો. હવે તેમણે પંજાબ લોક કોંગ્રેસ નામે નવો રાજકીય પક્ષ ઉભો કરીને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.

ત્યારે સવાલ ઉઠે છે કે શું સત્તાધારી કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળ બાદ પંજાબમાં ભાજપ-અમરિંદર ગઠબંધન ચોથી તાકાત બનીને ઉભરશે.?? આ વખતે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 2022ના વિધાનસભા ચૂંટણીમાં જો વિવિધ કારોથી આ ગઠબંધન કિંગમેકર નહીં બને તો ખેલ બગાડનારો તો જરૂર બની શકશે.

પંજાબ

પંજાબની રાજનીતિને સમજનારા વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ-અમરિંદરસિંહના ગઠબંધનથી સૌથી વધુ નુકસાન આમ આદમી પાર્ટીને થશે. જોકે અમરિંદર સિંહના પ્રયાસો કોંગ્રેસનો ખેલ બગાડવાનો રહેશે પરંતુ, સૌથી વધુ નુકસાન આમ આદમી પાર્ટીને થાય તેવું નજર આવી રહ્યું છે અને તેનું એ કારણ છે કે અમરિંદર અને અકાલી દળના અધ્યક્ષ સુખદેવસિંહ ઢીંઢસાની કોઈ પરંપરાગત વોટબેંક નથી. જ્યારે કોંગ્રેસ પાસે એક પરંપરાગત વોટબેંક છે. સંભાવના એવી છે કે ભાજપ-અમરિંદરના ગઠબંધનને કારણે ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ બની જશે. જેનાથી બીજું મોટું નુકસાન કોંગ્રેસને થઈ શકે છે. ત્રિશંકુ વિધાનસભા અમરિંદર અને ભાજપના હકમાં જઈ શકે છે.

GSTV

Read Also

Related posts

કોરોનાનો કહેર / પોલીસ જવાનો પછી તબીબો પણ આવ્યા કોરોનાના સકંજામાં, સોલા સિવિલના સુપ્રીન્ડેન્ટ સહિત 12 ડોક્ટરો થયા સંક્રમિત

GSTV Web Desk

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!