GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સ્વાદની સાથે સાથે પોષણથી ભરપૂર છે શિમલા મરચા, જાણો ચટણી બનાવવાની રીત

શિમલા મિર્ચ છે તો પોષણથી ભરપૂર પરંતુ આપણા રસોડામાં હજુ શિમલા મરચા પોતાનું સ્થાન જમાવી શકયા નથી.

શિમલા મરચાને અમેરીકામાં હજારો વર્ષોથી ઉગાડવામાં આવે છે. કોલમ્બિયન એક્સચેન્જ પછી તે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે. તે વિટામીન A થી ભરપૂર હોય છે. જે આંખોની રોશની માટે ખૂબ ઉપયોગી છે.

વાનગીમાં શિમલા મરચાનો ઉપયોગ એક મુખ્ય સામગ્રી તરીકે થાય છે. જેની ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બને છે.

આપણે ઘણા પ્રકારની ચટણીઓ ચાખી હશે, પરંતુ શિમલા મરચાની ચટણી ખૂબ ચટપટી બને છે, તો ચાલો આજે જાણીએ આ સ્વાદિષ્ટ ચટણીને બનાવવાની રીત.

સામગ્રી:-

1. ઝીણા સમારેલા શિમલા મરચા 1,

2. ઝીણી સમારેલી ડુંગળી 1,

3. ઝીણું સમારેલું ટમેટું 1,

4. સમારેલી મરચી 2,

5. સૂકા લાલ મરચા 2

6. લસણની કળી 2

7. તેલ જરૂરિયાત મુજબ,

8. રાઇ – અડધી ચમચી,

9. જીરું – અડધી ચમચી

10. અડદની દાળ – અડધી ચમચી

11. લીમડાના પાન 5 .

ચટણી બનાવવાની રીત :-

કઢાઇમાં એક ચમચી તેલ ગરમ કરીને તેમાં ડુંગળી, લસણ, અને શિમલા મરચાને સારી રીતે હલાવો. થોડું મીઠું અને થોડું પાણી છાંટીને કઢાઇને ઢાંકી દો. આનાથી શિમલા મરચા સારી રીતે સાંતળી જશે.

ટમેટા, લીલા મરચા, અને સૂકા લાલ મરચા નાખીને, ટમેટા ગળી જાય ત્યાં સુધી ચઢવા દેવું. ગેસ બંધ કરીને સ્વાદ મુજબ મીઠું નાખીને મિકસરમાં પીસી લો.

એક નાની કઢાઇમાં તેલ ગરમ કરીને તેમાં રાઇ, જીરું, અડદની દાળ, એક લાલ મરચું, અને લીમડાના પાન નાખો. જયારે રાઇ, જીરું ફુટવા લાગે ત્યારે તૈયાર વઘારને શિમલા મરચાની ચટણીમાં નાખીને હલાવી લો. આ ચટણી ઇડલી અને ઢોસા સાથે ખાવાથી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

Read Also

Related posts

સોનિયા ગાંધી પર બોઝ નાખવો યોગ્ય નથી, જલ્દીમાં જલ્દી નવા અધ્યક્ષની કરો વરણી

Pravin Makwana

કેરળમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રાહત કેમ્પ શરૂ, રેડ એલર્ટ જાહેર

Ankita Trada

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!