GSTV

ન્યૂઝીલેન્ડના આ 24 વર્ષના ક્રિકેટરને થયું કેન્સર, કરિયર દાવ પર લાગી ગયું

ન્યૂઝીલેન્ડના 24 વર્ષીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર એન્ડ્ર્યુ હેઝલડાઇનને કેન્સર હોવાનું બહાર આવતાં તેની કારકિર્દીને મોટો આંચકો લાગ્યો છે. તેને હોઝકિન્સ લિમ્ફોમા કેન્સર થયું છે. આ એ એવું કેન્સર છે જેની ઇમ્યુન સિસ્ટમ પર અસર પડતી હોય છે. ઝડપી બોલરને આ બીમારીને જાણ સપ્ટેમ્બરમાં થઈ હતી.

હેઝલડાઇનની આ બીમારી પ્રાથમિક તબક્કા પર

જોકે રાહતના સમાચાર એ છે કે હેઝલડાઇનની આ બીમારી પ્રાથમિક તબક્કા પર છે અને તે ઝડપથી સાજો થઈ રહ્યો છે. એવી અપેક્ષા રખાય છે કે તે આગામી સિઝનમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતો થઈ જશે. હેઝલડાઇન ન્યૂઝીલેન્ડમાં કેન્ટરબરી માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમે છે. 2018માં તેણે કરિયરનો પ્રારંભ કર્યો હતો.

હેઝલડાઇને અત્યાર સુધીમાં 15 ફર્સ્ટ ક્લાસ મેચમાં 35 વિકેટ ઝડપી

ડાબોડી ઝડપી બોલર હેઝલડાઇને અત્યાર સુધીમાં 15 ફર્સ્ટ ક્લાસ મેચમાં 35 વિકેટ ઝડપી છે. તેની શ્રેષ્ઠ બોલિંગ 33 રનમાં પાંચ વિકેટ છે. આ ઉપરાંત તે 16 લિસ્ટ-એ મેચ પણ રમ્યો છે જેમાં તેણે 21 વિકેટ ઝડપી છે. તે  કેન્ટરબરી માટે રમી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada

ઈરાનના ટોપ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા, હુમલામાં ઈઝરાયેલનો હાથ હોવાની શંકા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!