GSTV

કાંસમાં નારીવાદી સેલિબ્રિટીઓએ કૂચ કરી, જાણો શા માટે?

વિશ્વ પ્રસિદ્ધ કાંસમાં ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેમાં 82 જેટલી ફિમેલસેલિબ્રિટીઝે કૂચ કરી લૈંગિક સમાનતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતની ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, મલ્લિકા શેરાવત પણ રેડ કાર્પેટ પર જોવા મળે છે ત્યારે 82 જેટલી ફિમેલ સેલિબ્રિટિઝ પાલરિસ ખાતે કૂચ કરી હતી અને તેનાં પગથિયા પર એક એક હસ્તિ અલગ-અલગ ઉભી રહી હતી.

કાંસની પ્રમુખ ભૂતપુર્વ અભિનેત્રી કેટ બ્લેંચેટ તેનું નેતૃત્વ કરી રહી હતી. આ કૂચમાં ક્રિસ્ટિન સ્ટુઅર્ટ, સલમા હાયેક, એવાં ડુવર્ની, જેવી જાણીતી હસ્તી પણ જોડાઈ હતી. તેનાં પગથિયા પર ઉભા રહી કેટ બ્લેંચેટે એક નિવેદન વાંચી સંભળાવ્યું હતું. જેનો ટુકસાર “82 એ નંબર છે જે 1946થી આયોજીત આ પ્રતિષ્ઠિત સમારોહમાં સ્ત્રી સર્જકો, ટેક્નિશિયનો, ડિરેક્ટરોએ જીતેલાં એવોર્ડ્સનો જ્યારે આ જ અરસામાં પુરુષોએ આ એવોર્ડ 1600 વખત જીત્યો છે.

પ્રતિષ્ઠિત પાલ્મ ડી નોર ટ્રોફી 2 જ મહિલાઓને અત્યાર સુધી મળી છે, જ્યારે 71 વખત પુરુષોને મળી છે. જ્યુરીમાં અત્યાર સુધી 12 જ મહિલા પ્રમુખ બની છે. જ્યારે આ વર્ષે 73 જેટલી જ મહિલા સ્પર્ધકોને તેમાં એન્ટ્રી મળી છે. જે અત્યાર સુધીની સૌથી ઓછી એન્ટ્રી છે. વિશ્વમાં સ્ત્રીઓ લઘુમતીમાં નથી.” આમ જણાવી તેણે સરકાર સમક્ષ વિવિધ માંગો કરી હતી. જેમાં સુરક્ષા અને સમાન વેતન મુખ્ય હતું.

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!