GSTV
Photos Trending

Cannes 2023/ રેડ કાર્પેટ પર રાજકુમારી જેવી લાગી મૌની રોય, કમાલના આઉટફિટે જીત્યા લોકોના દિલ

બોલિવૂડ અભિનેત્રી મૌની રોયે આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કર્યું છે. મૌની રોય રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ચલાવતી જોવા મળે છે.

ટીવી પર નાગિન બનવાથી લઈને મોટા પડદા પર વિલન બનવા સુધી, મૌની રોયે હવે પોતે ભજવેલા દરેક પાત્રથી લોકોના દિલ જીતી લીધા છે. હવે મૌની ફ્રાન્સ કાન્સના રેડ કાર્પેટ પર પોતાનો ચાર્મ ફેલાવતી જોવા મળી રહી છે.

મૌની રોયે અત્યાર સુધી કાન્સમાં તેના તમામ દેખાવથી ચાહકોને પ્રભાવિત કર્યા છે. તે રેડ કાર્પેટ પર વોક કરતી હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ રાજકુમારી ચાલી રહી હોય. મૌનીનો નવો લુક ઘણો આકર્ષક હતો. જેણે દરેકને તેના પરથી નજર ન હટાવવા પર મજબૂર થઈ ગયા.

મૌની રોય સાથે સારા અલી ખાન, મૃણાલ ઠાકુર, સપના ચૌધરી અને ઘણી અભિનેત્રીઓએ પણ આ વર્ષે કાન્સમાં ડેબ્યુ કર્યું છે. મૌનીએ લેન્સકાર્ટ સાથે કોલાબ્રેશન કર્યું છે. જેના કારણે તે દરેક આઉટફિટ સાથે આ કંપનીના ચશ્મા પણ પહેરતી જોવા મળે છે.

આ સિવાય મૌનીએ તેનો એક લુક પોસ્ટ કર્યો છે. જેમાં તે બ્લુ કલરના ફેધર આઉટફિટમાં જોવા મળી રહી છે. આ શોર્ટ અને ગ્લેમરસ ડ્રેસ સાથે મૌનીએ બ્લેક કલરના ચશ્મા સાથેની પોતાની સ્વેગવાળી તસવીર શેર કરી છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV