GSTV
Home » News » Photos: દીપિકા પાદુકોણ પર ચડ્યો પતિ રણવીરનો રંગ, કાન્સમાં આ શું પહેરીને પહોંચી ગઇ?

Photos: દીપિકા પાદુકોણ પર ચડ્યો પતિ રણવીરનો રંગ, કાન્સમાં આ શું પહેરીને પહોંચી ગઇ?

મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે બે દિવસ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની ખૂબસુરતીનો જલવો વિખેર્યો. દીપિકાએ અનેક લુક્સમાં ફોટોશુટ કરાવ્યું. તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર છવાયેલો છે. શુક્રવારે રાતે દીપિકા બીજી વાર રેડ કાર્પેટ પર પોતાની અદાઓનો જાદુ વિખેરવા ઉતરી હતી.

દીપિકા લાઇમ ગ્રીન કલરના ડ્રેસમાં નજરે આવી હતી. આ ડ્રેસને Giambattista Valliએ ડિઝાઇન કર્યો છે. આ ડ્રેસને દીપિકાએ સાટન રોઝ પિન્ક હેરબેન્ડ સ્કાર્ફ સાથે કમ્પ્લીટ કર્યો.

સ્મોકી આઇમેકઅપ, ન્યૂડ લિપ્સ, મીડલ પાર્ટેડ ટાઇટ બન અને બો દીપિકાની કૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતા. આ ગેટઅપમાં દીપિકા એકદમ ખૂબસુરત લાગી રહી હતી.

દીપિકાના આ ગેટઅપને સોશિયલ મીડિયા પર રણવીર સિંહથી પ્રેરિત ગણાવવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું કે, હવે લાગી રહી છે રણવીર સિંહની વાઇફ.

આ લુકના કારણે દીપિકા સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઇ રહી છે. એક યુઝરે લખ્યું કે, દીપિકાનું ગાઉન આમ પણ આટલું ડ્રામેટિક છે. તો આ હેરબેન્ડ લગાવવાની શું જરૂર હતી. આ કોઇ ફેશન સેન્સ છે. બો અને હેડપીસ દીપિકાના લુકને ખરાબ કરી રહ્યાં છે.

અન્ય એક યુઝરે લખ્યું કે, દીપિકા એકદમ સ્ટનિંગ લાગી રહી છે. પરંતુ તેનો ડ્રેસ તેના લુકને ખરાબ કરી રહ્યો છે.

જણાવી દઇએ કે કાન્સમાં દીપિકા પાદુકોણે અનેક લુક્સ ટ્રાય કર્યા છે. તેના દરેક લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

સાવ સસ્તા જીરું પાણીથી મળશે 10 અદભુત ફાયદા, દડા જેવા પેટને પણ કરશે સપાટ

NIsha Patel

જાણો શ્રાવણ મહિનામાં લીલો રંગ પહેરવા પાછળ શું છે કારણ

Dharika Jansari

ઑફિસમાં સારા પ્રદર્શન માટે કરો આ કામ, આ ખાસ વાતોનું રાખો ધ્યાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!