કેંડી ફાર્મહાઉસે પોતાની વેબસાઈટ પર આ નોકરી માટે્ એડવર્ટાઈઝ આપી છે. જેના પર અપ્લાઈ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.
શાનદાર પેકેજવાળી નોકરી
શું તમે ટૉફિ ખાવાના શૌખીન છો? અને અલગ -અલગ ટૉફિના ટેસ્ટને સમજવાનું કૌશલ્ય છે? તો લાખોની નોકરી થઈ શકે છે તમારી. એક કંપની ટૉફિ ટેસ્ટને સમજી શકે તેવા વ્યકિતની શોધમાં છે. જેને તેઓ મોટી રકમની સેલેરી આપશે. ખાસ વાત એ છે કે તમે દુનિયાના કોઈપણ ખુણે બેસીને આ કામ કરી શકો છો.

કેંડિયોલોજીસ્ટની નોકરી
આ ટૉફિ કંપનીનું નામ કેંડી ફનહાઉસ છે. જે કેનેડાના ઑટારિઓ રાજયના સિનિસાઉગા શહેરમાં છે. આ કંપનીને પાર્ટટાઈમ અને ફુલટાઈમ બેસિસ પર કેંડિયોલોજીસ્ટની જરૂર છે. જે કંપનીની બનાવેલી ટૉફિના સ્વાદ અંગે દુનિયાને જણાવી શકે.
મળશે મોટી રકમની સેલેરી
આ કેનેડિયન કંપનીએ પોતાના વિજ્ઞાપનમાં કહ્યું છે કે, તે દર કલાક માટે 47 ડોલરની રકમ આપશે. આવી રીતે જો માત્ર 8 કલાક પણ કામ કરવામાં આવે તો દર દિવસે તમે 376 ડોલર કમાઈ શકો છો. આ રકમ દર દિવસના હિશાબે 27,447 રૂપિયા થાય છે. અને એક મહિનાના 8,23,410 રૂપિયા થાય છે. એટલા કે 1 વર્ષની વાત કરીએ તો 98 લાખ 80,920 રૂપિયા કમાણી કરી શકો છો.

ખુદ બોસ, પોતાની જ કમાણી
સૌથી ખાસ વાત એ છે કે કેંડીફનહાઉસ તમને પોતાના ઘરમાં બેસીને કામ કરવાની છૂટ આપે છે. તમારે પ્રોડકટની ટેસ્ટીંગ કરવાની છે. અને જણાવાનું છે કે આ ટૉફિમાં શું સારુ છે ને શું ખરાબ. સાથે એ પણ જણાવાનું છે કે તેમા કયા પ્રકારના ફલેવર વાપરી શકાય છે.
15 ફેબ્રુઆરી સુધીમાં કરો અપ્લાય
કેંડી ફનહાઉસે પોતાની વેબસાઈટ પર આ નોકરી વિશે એડવર્ટાઈઝ આપી છે. જેના પર અપ્લાય કરવાની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી છે.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય