GSTV
Jamnagar Trending ગુજરાત

ગુજરાત પહોંચ્યો અગ્નિપથનો વિરોધ / વડાપ્રધાનની હાજરીમાં હોબાળો, આર્મીની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોએ યોજનાનો કર્યો વિરોધ

અગ્નિપથ

અગ્નિપથની આગ હજી શાંત નથી થઈ રહી. બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત 13 રાજ્યોના યુવાનો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. અગ્નિપથનું વિરોધ પ્રદર્શન હિંસક થઈ ગયું છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં યુવાનો આગચંપી કરી રહ્યા છે. ત્યારે હવે વિરોધના સૂર ગુજરાતમાં પણ ઉઠી રહ્યા છે. વડાપ્રધાન મોદી હાલ ગુજરાત પ્રવાસે છે. ત્યારે જામનગરમાં આર્મી ભરતીમાં પાસ થયેલા 200થી વધુ ઉમેદવારો ઉમટી પડ્યા છે. ઉપરાંત તેમની સાથે અન્ય યુવાનો પણ મોટી સંખ્યામાં વિરોધ કરવા પહોંચ્યા છે. સ્થિતિ વળસે નહીં તેના પહેલા જ વિરોધ પ્રદર્શન સ્થળે એસપી સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો છે.

આર્મી ભરતીમાં પાસ થયેલ ઉમેદવારો જામનગરમાં ઉમટી પડ્યા. આ પ્રસંગે ઉમેદવારોએ માગ કરી હતી કે, દોઢ વર્ષ પહેલા દ્વારકા ખાતે થયેલ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો બાદમાં યોજના લાગુ કરો. જામનગરમાં 200 થી વધુ ઉમેદવારો ઉમટી પડ્યા. એસપી સહિતનો પોલીસ કાફલો વિરોધ પ્રદર્શન સ્થળે પહોંચ્યો. ઉમેદવારોએ આ સાથે જણાવ્યું હતું કે, અમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી અમને ન્યાય આપો. પોલીસે પાણીના મારા માટે વોટર કેનન મંગાવ્યા હોવાનું સામે આવ્યું છે.

અગ્નિવીરોને 10 ટકા અનામત

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અગ્નિપથ સ્કિમની જાહેરાત કરી છે. તેને લઈ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. યુવાનોએ જાહેર મિલકતોને નુકશાન પહોંચાડ્યું છે. ભારે વિરોધ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય નિર્ણય લીધો છે. અગ્નિવીરોને ચાર વર્ષની ફરજ બાદ CAPF અને આસામ રાઇફલ્સમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય કરાયો છે.

અગ્નિપથ

સૈન્યમાં ભરતીની નવી યોજના અગ્નિપથને લઈ દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. યુવાનો રસ્તા પર ઉતરી અગ્નિવીર ભરતીને લઈ વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેને લઈ મોટી જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયે કેન્દ્રીય આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઇફલ્સની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે.

ગૃહ મંત્રાલયે અગ્નિવીરો તરીકે સેવા પૂર્ણ કરનાર માટે મહત્તમ વય મર્યાદામાં પણ છૂટની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય મુજબ અગ્નિવીરોની મહત્તમ વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. અગ્નિપથ યોજના હેઠળ ભરતી અગ્નિવીરોના પ્રથમ બેચ માટે મહત્ય વયની મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવશે.

અગાઉ બે વર્ષ વધારાની કરાઇ હતી જાહેરાત

અગ્નિવીર યોજનાના વિરોધ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, નવી યોજનાથી યુવાઓને તક મળશે. સરકારે અગ્નિવીરોની વય મર્યાદા પણ વધારી છે. યુવાઓના ભાવિને ધ્યાનમાં રાખી સરકારે યોજના અંગે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોના મહામારીના કારણે સેનામાં ભરતી ન થઈ શક્યા હોય તેવા વયમર્યાદા પાર કરી ચુકેલા યુવાનોને મોટી રાહત આપી છે. આવા યુવાનો હવે ‘અગ્નિપથ’ યોજના અંતર્ગત સેનામાં ભરતી થઈ શકશે. સરકારે ફક્ત આ વર્ષ માટે ‘અગ્નિપથ’ યોજના માટે ઈચ્છુક ઉમેદવારોની વયમર્યાદામાં 2 વર્ષનો વધારો જાહેર કર્યો છે. આ વર્ષ માટે વયમર્યાદા 21થી વધારીને 23 વર્ષ સુધીની કરી દેવામાં આવી છે.

અગ્નિપથ

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભરતી માટે સરકારે 17.5 વર્ષથી 21 વર્ષ સુધીની વયમર્યાદા નિર્ધારિત કરેલી હતી. છેલ્લા 2 વર્ષથી સેનામાં ભરતી નહોતી થઈ રહી. આ કારણે સરકારે સેનામાં ભરતી માટેની તૈયારી કરી રહેલા 23 વર્ષ સુધીની ઉંમરના યુવાનોને ‘અગ્નિપથ’ યોજના અંતર્ગત આ તક આપી છે.

12મું ધોરણ પાસ ઉમેદવારો ભરતી માટે પાત્ર

સેનામાં ભરતી માટેની નિર્ધારિત શૈક્ષણિક યોગ્યતા પૂર્વવત જ રહેશે. 12મું ધોરણ પાસ ઉમેદવાર ભરતી માટે પાત્ર ગણાશે. ઉમેદવારોની પસંદગી ફિઝિકલ સ્ટાન્ડર્ડ તથા ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટના આધાર પર જ કરવામાં આવશે. ત્યાર બાદ તેઓ 4 વર્ષ માટે અગ્નિવીર તરીકે સેનામાં સેવા આપી શકશે.

40 હજાર રૂપિયા સુધીનું વેતન

આ યોજના અંતર્ગત દર વર્ષે આશરે 45 હજાર યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ ભરતીઓ મેરિટ અને મેડિકલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે. પસંદગી પામેલા યુવાનોને 4 વર્ષ માટે સેનામાં સેવા આપવાની તક મળશે. આ 4 વર્ષોમાં અગ્નિવીરોને 6 મહિનાની બેઝિક મિલિટ્રી ટ્રેઈનિંગ આપવામાં આવશે.

અગ્નિવીરોને પ્રતિમાસ 30થી 40 હજાર રૂપિયાનું વેતન તથા અન્ય ફાયદાઓ આપવામાં આવશે. આ દરમિયાન અગ્નિવીરોને ત્રણેય સેનાઓના સ્થાયી સૈનિકોની માફક એવોર્ડ, મેડલ તથા ઈન્સ્યોરન્સ કવર પણ મળશે. તેમને 48 લાખ રૂપિયાનું વીમા કવર મળશે.

જો તેઓ સેવા દરમિયાન શહીદ કે દિવ્યાંગ થઈ જશે તો 44 લાખ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે. બાદમાં 4 વર્ષ પૂર્ણ થાય એટલે 25 ટકા યુવાનોને ફરી સેનામાં વધુ 15 વર્ષ સેવા આપવાની તક મળશે. જે અગ્નિવીરો 4 વર્ષ બાદ બહાર નીકળશે તેમને સેવા નિધિ પેકેજ અંતર્ગત આશરે 12 લાખ રૂપિયાની ટેક્સ ફ્રી એકીકૃત રકમ મળશે.

અગ્નિપથ

4 વર્ષ બાદ મળશે આવી તક

  • એવા સવાલો થઈ રહ્યા હતા કે, 4 વર્ષ પૂર્ણ થયા બાદ 25 ટકા અગ્નિવીરોને સ્થાયી કેડરમાં સામેલ કરી દેવામાં આવશે પરંતુ બાકીના 75 ટકા યુવાનો પાસે શું વિકલ્પ રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના કહેવા પ્રમાણે અનેક મંત્રાલયો તથા રાજ્ય સરકારોએ એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે, તેમના મંત્રાલયો, કોર્પોરેશન્સમાં જો કોઈ ભરતી આવશે તો અગ્નિવીરોને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ગૃહ મંત્રાલયે આ યોજનામાં 4 વર્ષ પૂરા કરનારા અગ્નિવીરોને CAPFs તથા આસામ રાઈફલ્સમાં ભરતી માટે પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે.
  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવી જાહેરાત કરી હતી કે, અગ્નિપથ યોજના અંતર્ગત સેવાના 4 વર્ષ પૂર્ણ કર્યા બાદ યુપી સરકાર તેમને પોલીસ તથા અન્ય સંબંધીત સેવાઓમાં પ્રાથિકતા આપશે.
  • મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એવી જાહેરાત કરી હતી કે, ભારતીય સેનામાં શોર્ટ ટર્મ એગ્રિમેન્ટના આધાર પર અગ્નિપથ યોજનામાં જોડાનારા યુવાનોને બાદમાં રાજ્ય પોલીસની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
  • આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, જે લોકો 4 વર્ષ બાદ ‘અગ્નિવીર’ની સેવામાંથી પરત ફરશે તેમને આસામ આરોગ્ય નિધિ પહેલમાં પ્રાથમિકતા આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના

Binas Saiyed

ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે તપાસમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવ્યો કેન્દ્રીય ગૃહ મંત્રી મેડલ

GSTV Web Desk

સાવધાન/ એક વાર પીઝા ખાવાથી જીવનની 7.8 મિનિટની ઉંમર થાય છે ઓછી, લાંબુ જીવન જીવવું હોય તો આ વસ્તુઓથી બનાવી લેજો દૂરી

Hardik Hingu
GSTV