GSTV

ઉમેદવારોની ફોર્મ ચકાસણીની પ્રકિયા પૂર્ણ, 52 ફોર્મમાંથી 34 માન્ય રાખવામાં આવ્યા

ગાંધીનગર લોકસભાના ઉમેદવારોની ફોર્મ ચકાસણીની પ્રકિયા પૂર્ણ થઈ છે. ગાંધીનગર લોકસભા બેઠક પરથી કુલ 45 ઉમેદવારોએ કુલ 52 ફોર્મ ભર્યા છે. જેમાંથી 11 ઉમેદવારોના ફોર્મ અમાન્ય રખાયા છે અને 34 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે.

આ ફોર્મમાં ભાજપના ઉમેદવાર અમિત શાહ અને કોંગ્રેસના ઉમેદવાર સી.જે ચાવડાના ફોર્મ પર બંને રાજકીય પાર્ટીઓએ સામસામે વાંધો વ્યક્ત કર્યો હતો. અમિત શાહના ઉમેદવારીપત્રમાં બે એફિડેવીટ અલગ અલગ હોવાનો કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો હતો.

જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાના ઉમેદવારી પત્ર પર ભાજપે સવાલ ઉઠાવતા ફોર્મના આંકડાઓમાં ભુલ હોવાની ફરિયાદ કરી. જોકે મુખ્ય ચૂંટણી અધિકારીએ વાંધા નકારી બંને ઉમેદવારોના ફોર્મ માન્ય કર્યા હોવાનું સૂત્ર કહી રહ્યા છે.

Read Also

    Related posts

    અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

    Nilesh Jethva

    છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

    Nilesh Jethva

    અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

    Nilesh Jethva
    Do NOT follow this link or you will be banned from the site!