GSTV
Home » News » VIP સીટ વારાણસી મોદીને ભેટ ધરી દેવાઈ, સપા-બસપા અને કોંગ્રેસે મૂક્યા નબળા ઉમેદવાર

VIP સીટ વારાણસી મોદીને ભેટ ધરી દેવાઈ, સપા-બસપા અને કોંગ્રેસે મૂક્યા નબળા ઉમેદવાર

PM Modi ayodhya

આખરે કશ્મકશનો અંત આવતા વારાણસીની સીટ પર સપા અને બસપાના ગઠબંધન યુક્ત ઉમેદવારની જાહેરાત બાદ હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારના નામને જાહેર કર્યું છે. મહત્વનું છે કે પીએમ વિરૂદ્ધ જાહેર કરવામાં આવેલા બંને ઉમેદવાર પીએમ કરતા ઘણા જ નબળા છે. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ પાર્ટી દ્રારા અને મીડિયામાં પણ પ્રિયંકા ગાંધીના નામની ચર્ચાઓ થઈ રહી હતી, પણ કોંગ્રેસે છેલ્લી ઘડીએ પહાડ ખોદ્યો અને ઉંદર નીકળ્યો જેવી સ્થિતિનું સર્જન કર્યું હતું. કોંગ્રેસે અજય રાયના નામની જાહેરાત કરતા પ્રધાનમંત્રીને જીત મેળવવા માટે હવે વધારે પરસેવો નહીં પાડવો પડે તેવી રાજકીય જગતમાં ચર્ચા થવા લાગી છે.

સમાજવાદી પાર્ટીએ અહીં શાલિની યાદવના નામ પર મહોર મારી છે. તો કોંગ્રેસે લાંબા સમય સુધી ધારાસભ્ય રહેલા અજય રાય પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. જણાવી દઈએ કે 2014માં પીએમ મોદી સામે અજય રાયે જ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને ત્રીજા નંબરની પોઝીશન પર રહ્યા હતા. એ સમયે બીજા સ્થાન પર આપના નેતા અરવિંદ કેજરીવાલ હતા.

વાત અજય રાયની કરવામાં આવે તો વારાણસીના મુસ્લિમ વોટર્સમાં તેમનો ખાસ્સો પ્રભાવ છે. જેથી તેઓ પીએમને ટક્કર આપી શકે છે. ગત્ત ચૂંટણીમાં કદાવર નેતા મુખ્તાર અન્સારીએ અજય રાયને સમર્થન આપ્યું હતું. ત્યારે આ વખતે સમર્થન મળશે કે નહીં તે જોવાનું રહેશે. કારણ કે અન્સારી નહીં તો મુસ્લિમ વોટર્સ પણ અજય રાયના ખાતામાં નહીં આવે. 2014ના જણાવેલા આંકડા પ્રમાણે અજય રાય પર 16 ગુનાઓ દાખલ છે. જેમાં હત્યાનો પ્રયાસ, હિંસા ભડકાવવાનો આરોપ, ગેંગસ્ટર સહિતના મામલાઓનો સમાવેશ થાય છે. પીએમ મોદીના સંસદીય ક્ષેત્રને વીઆઈપી ક્ષેત્ર માનવામાં આવે છે. પૂર્વાંચલમાં લગભગ 21 સીટોને વારાણસીની આ એક બેઠક પ્રભાવિત કરી શકે છે.

વારાણસી બીજેપીનું ગઢ બની ચૂક્યુ છે

ભૂતકાળની વાત કરવામાં આવે તો છેલ્લા બે દાયકાથી વારાણસી બીજેપીનો ગઢ બની ચૂક્યુ છે. 1952, 1957 અને 1962માં કોંગ્રેસના રઘુનાથ સિંહને વારાણસીથી વિજય મળ્યો હતો. એ પછી 1967માં રઘુનાથ સિંહને કમ્યુનિસ્ટ પાર્ટીના સત્ય નારાયણ સિંહની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1971ની ચૂંટણીમાં કોંગ્રેસના રાજારામ શાશ્ત્રી અને પછી 1977માં લોકદળના બલિયાના સ્થાનિક ચંદ્રશેખરે અહીંથી સાંસદ બન્યા હતા. અહીંથી વિજય થયા બાદ ચંદ્રશેખર દેશના પીએમ બન્યા હતા.

1980માં પૂર્વ રેલમંત્રી કમલાપતિ ત્રિપાઠી અને 1984માં કમલાપતિ ત્રિપાઠીના આશિર્વાદથી શ્યામલાલ યાદવ ચૂંટણી જીતી કેન્દ્રિય મંત્રી બન્યા હતા. જે પછી 1989માં લાલ બહાદુર શાશ્ત્રીના દિકરા અનિલ શાશત્રી આ સીટ પરથી સાંસદ બન્યા હતા. 1989 બાદ એક દશક સુધી કોંગ્રેસને અહીં જીત ન મળી. 1991થી 1999 સુધી બીજેપીના અલગ અલગ નેતાઓ અહીંથી ચૂંટાતા આવ્યા. જેમાં એક વખત શ્રીશચંદ્ર દીક્ષિત અને ત્રણ વખત શંકર પ્રસાદ જાયસવાલ સાંસદ રહી ચૂક્યા છે.

READ ALSO

Related posts

ગુલામ નબી આઝાદને કાશ્મીર જવાની મંજૂરી, પણ માત્ર આ ચાર જિલ્લાની મુલાકાત લઈ શકશે

Mayur

આજથી ગુજરાતમાં નવો વ્હિકલ એક્ટ લાગુ, હવે ભરવો પડશે આ દંડ

Bansari

ટ્રાફિકનો દંડ ભરવા લેવી પડે છે લોન, આ દેશોના કાયદાઓ જાણશો તો પરસેવો વળી જશે

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!